તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LRDની પરીક્ષા માટે એસ.ટી 100 ખાનગી-સ્કૂલ બસ ભાડે લેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજ્યભરમાં રવિવારે પોલીસ લોકરક્ષક દળની પરીક્ષા માટે સરકારી તંત્ર કામે લાગી ગયું છે રાજકોટ એસ.ટીની 350 બસ ઉપરાંત એસ.ટી દ્વારા 100 જેટલી ખાનગી અને સ્કૂલ બસ પણ પરીક્ષા માટે લઇ લેવામાં આવી છે. હળવદથી સુરેન્દ્રનગર તથા રાજકોટ જવા માટે હરિદર્શન હોટેલ પાસેના મેદાનમાં સરા ચોકડી પાસેથી બસ મળશે, વાંકાનેરથી સુરેન્દ્રનગર તથા રાજકોટ જવા માટે અમરસિંહજી હાઈસ્કૂલ મેદાન, નેશનલ હાઈવેના પૂલ પાસેથી બસ મળશે. ટંકારાથી સુરેન્દ્રનગર તથા રાજકોટ જવા માટે તાલુકા પોલીસ સ્ટેશન-ટંકારાથી એસ.ટી બસ મળશે, મોરબીથી રાજકોટ તરફ આવવા માટે સ્કાય મોલ પાસે, ગાંધીના મેદાનમાં શનાળા રોડ પરથી બસ મળશે, મોરબીથી સુરેન્દ્રનગર જવા માટે પરશુરામ પોટરીનું મેદાન, સામાકાંઠે, નજરબાગ મોરબી-2થી એસ.ટી બસની સુવિધા મળશે.

અન્ય સમાચારો પણ છે...