તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવન જરૂરી વસ્તુ વેચવા ફ્લિપકાર્ટને છૂટ આપતું તંત્ર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં ઈ-કોમર્સ કંપનીઓએ હોમ ડિલિવરી બંધ કરી છે પણ રાજકોટમાં ફ્લિપકાર્ટને પોતાની સેવા શરૂ કરવા માટે વહીવટી તંત્રે છૂટ આપી છે જો કે બધી વસ્તુઓ નહીં મળે પણ જીવન જરૂરિયાતની જ મળશે તેવી તંત્રે સ્પષ્ટતા કરી છે. બે ત્રણ દિવસમાં કંપની તૈયારીઓ કરીને ડિલિવરી શરૂ કરી દેશે.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ઘણા લોકોમાં એવો ભય છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ રાજકોટમાં ખૂટી જશે અથવા તો નહીં મળે તેવો માનસિક ભય સતત જોવા મળ્યો છે. આ ભય દૂર થાય તેમજ લોકોને વિકલ્પ મળી રહે તે માટે નિર્ણય લેવાયો છે. આ છૂટ ફક્ત ફ્લિપકાર્ટને જ અપાઈ છે, બધી વસ્તુઓ નહીં મળે જીવન જરૂરી વસ્તુઓ તેમજ ઈમરજન્સીમાં કામ આવે તેવા ગેજેટ જ કંપની વેચી શકશે. આ માટે કંપનીને રાજકોટની આસપાસ વેરહાઉસ ઊભો કરશે જેમાં બે ત્રણ દિવસ વીતી જશે ત્યારબાદ રાજકોટની ડિલિવરી માટે એપ ઉપલબ્ધ બનશે.

વેરહાઉસ ઊભા કરાશે : સુવિધા શરૂ થતા કોઈ વસ્તુ મળશે નહીં તેવો ભય નહીં રહે : કલેક્ટર

અન્ય સમાચારો પણ છે...