- Gujarati News
- National
- Rajkot News Five People Of Both Groups Were Injured In A Clash Between Two Groups Over The Issue Of Public Apprehension 073616
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જાહેરમાં લઘુશંકા કરવાના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, બંને જૂથના 5ને ઇજા
શહેરના ઢેબર રોડ શ્રમજીવી સોસાયટીના આઝાદ ચોકમાં જાહેરમાં લઘુશંકા કરનારને ટપાર્યા બાદ સશસ્ત્ર મારામારીનો બનાવ બન્યો છે. બંને જૂથ વચ્ચે મારામારી સર્જાતા પાંચ વ્યક્તિને ઇજા થઇ છે. બંને જૂથે સામસામી ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
શ્રમજીવી સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિવારની રાતે તે ભાઇ શિવરાજસિંહ, મિત્ર સત્યજિતસિંહ સાથે આઝાદ ચોકમાં બેઠા હતા. ત્યારે વાલકેશ્વર સોસાયટી-1માં રહેતા સંદીપ ઉર્ફે રોહિત ખોડાભાઇ ડાભી, સુનિલ ડાભી અને વિશાલ ડાભી નામના શખ્સો ચોકમાં જાહેરમાં લઘુશંકા કરતા હોય તેમને ટપાર્યા હતા. જેથી ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સે ગાળાગાળી કરી મારામારી શરૂ કરી હતી. ત્યારે સુનિલે પોતાના પર છરીથી હુમલો કરી વાંસામાં ઘા ઝીંકી દીધો હતો. પોતાના પર હુમલો થતાં ભાઇ શિવરાજસિંહ વચ્ચે પડતા વિશાલે ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડી નાસી ગયા હતા. હુમલામાં બંને ભાઇઓને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા.
બીજી તરફ સંદીપ ઉર્ફે રોહિત ડાભીએ દિવ્યરાજસિંહ, શિવરાજસિંહ, દિગરાજસિંહ જયેન્દ્રસિંહ હાડા, કુલદીપસિંહ જાડેજા, કાનો, રાજા ઉર્ફે રાજદીપસિંહ જાડેજા, રાજા અને રઘુવીરસિંહ જાડેજા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉપરોક્ત આરોપીઓએ તલવાર, છરી, પાઇપથી પોતાના પર તેમજ બંને ભાઇ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. ભક્તિનગર પોલીસે દિવ્યરાજસિંહની ફરિયાદ પરથી માર માર્યાની, જ્યારે સંદીપ ઉર્ફે રોહિતની ફરિયાદ પરથી રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે બંને ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડનો દોર શરૂ કર્યો છે.