તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા નોરતે મેહુલિયાની નોનસ્ટોપ ચલતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આસો મહિનો શરૂ થઈ ગયો છતાં વરસાદ રોકાવાનું નામ લેતો નથી. રવિવારે હાલારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. હાલારમાં 22 કલાકમાં કલ્યાણપુરના ગ્રામ્ય પંથખમાં 15 ઇંચ વરસાદ ખાબકી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ભાણવડમાં 9 ઇંચ જ્યારે ખંભાળિયામાં 7 ઇંચ વરસાદ ખાબકયો છે તો જામનગરમાં 4, કાલાવડમાં 3, લાલપુરમાં 4, જામજોઘપુરમાં 5, ધ્રોલમાં 3, જોડિયામાં 4.5 અને દ્વારકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. કચ્છના મુંદ્રામાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો.

પોરબંદરના બરડા પંથકના ગામોમાં 8 થી 10 ઇચ પાણી વરસાવી દીધુ છે. પોરબંદર, રાણાવાવમાં 3 અને કુતિયાણામાં 2 ઇચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાનાં કેશોદમાં 2.64 ઇંચ, જૂનાગઢમાં 2.28 ઇંચ, ભેંસાણમાં 2.23 ઇંચ, મેંદરડામાં 2 ઇંચ, માંગરોળમાં 2.28 ઇંચ, માણાવદરમાં 4 ઇંચ, માળિયામાં 2.56 ઇંચ, વંથલીમાં 2.24 ઇંચ, વિસાવદરમાં 2.44 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગિર-સોમનાથ જિલ્લાનાં તાલાલામાં બે ઇંચ, વેરાવળમાં દોઢ ઇંચ અને જંગલમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં વડીયામાં બે ઇંચ, અમરેલી,વગસરા અને રાજુલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટમાં 3.5 ઇંચ, ગોેંડલમાં 3 ઇંચ, ધોરાજીમાં 2 ઇંચ અને મોટી પાનેલીમાં 4.5 ઈંચ વરસી ગયો છે. મોરબીમાં 1 અને ટંકારા પંથકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. દિયોદર અને પાલનપુર-ડીસામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

મેઘરાજાની અવિરત મહેરથી નદી-નાળા અને ચેકડેમ તો ઠીક રસ્તાઓ પણ જાણે નદીમાં તબદીલ થઇ ગયા હતા.

આ ડેમ ઓવરફ્લો થયા
જૂનાગઢ, ગીર–સોમનાથ અને પોરબંદરના 26 ડેમ પૈકી 21 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. દરવાજા વિનાના હિરણ-1, મધુવંતી, ઝાંઝેશ્રી, ઉબેણ, મચ્છુન્દ્રી, મોટા ગુજરિયા, હસ્નાપુર, ફોદાળા સહિતના ડેમ ઓવરફ્લો થયા છે. નદીઓમાં પૂર આવતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...