તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રીના પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે. પદયાત્રિકો મંદિરે પહોંચ્યા બાદ ધ્વજારોહણ કરશે. નવરાત્રીના નવે નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન કરી ભક્તો આરાધના કરશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સતત નવમા વર્ષે તારીખ 29 સપ્ટેમ્બરને પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ સુધી પદયાત્રા યોજાશે. આ પદયાત્રામાં ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ પણ જોડાશે. પદયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પદયાત્રાના માર્ગને પણ સુશોભિત કરાયો છે. રૂટ પર વ્યવસ્થા જાળવવા માટે સ્વયંસેવકો ખડેપગે રહેશે. ખોડલધામ મંદિરે ભક્તો માટે ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે. 29મીએ સવારે 7 કલાકે ચેરમેન નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં પદયાત્રાનો પ્રારંભ થશે. મા ખોડલના રથની આગેવાનીમાં ગરબા ગાતા ગાતા માઈભક્તો પદયાત્રામાં જોડાશે અને ખોડલધામ પહોંચશે. બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પદયાત્રામાં જોડાઈને ખોડલધામ પહોંચશે અને ધ્વજારોહણ કરશે. તેમજ મા ખોડલની મહાઆરતી કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરશે. નવરાત્રી દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને માતાજીને રોજ અવનવા શણગાર સાથે આરાધના કરાશે.

અન્ય સમાચારો પણ છે...