તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Fees In Dholakya School At Panchayat Chowk On Rajkot University Road 071617

રાજકોટના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં આવેલી ધોળકીયા સ્કૂલમાં ફી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં આવેલી ધોળકીયા સ્કૂલમાં ફી વધારો થયાની ફરિયાદો ઉઠ્યા બાદ પણ એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વાલીઓની તરફેણમાં રજુઆત નહી કરતા અંતે રાજકોટ શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ સહિતના આગેવાનો મેદાનમાં આવ્યા હતા અને શુક્રવારે સ્કૂલ પર ધસી જઇ ઉગ્ર રજુઆત કરતા અંતે સંચાલકોએ નમતુ જોખ્યું હતું અને એફઆરસી મુજબની ફી લેવાની સંમતી આપી વધારાની ફી વાલીને પરત આપવા ખાતરી આપી હતી.

શહેર કોંગ્રેસના પુર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું કે, વાલીઓમાંથી એવી ફરિયાદ મળી હતી કે ફી રેગ્યુલેટરી કમિટિએ ફીમાં ઘટાડો કર્યો હોવાછતાં ધોળકીયા સ્કૂલના સંચાલકો તેની જાહેરાત ન કરી વધુ ફી પડાવે છે. આથી ધોળકીયા સ્કૂલમાં શુક્રવારે સવારે જઇ સરકારે જે ફી પરત કરવાનો ઓર્ડર કર્યો છે તે માગતા સંચાલકોએ વધારાની ફી પરત કરવા ખાતરી આપી હતી. ધોળકીયા સ્કૂલના સંચાલકોએ જ્ઞાનગંગા એજ્યુકેશન સોસાયટીના લેટરપેડ પર લેખિતમાં આપ્યું હતું કે બીજા સત્રની ફી બાકી છે તે વાલીઓ ફી ભરવા આવે ત્યારે પ્રથમ સત્રમાં જો એફઆરસી દ્વારા નિયત કરેલી ફી કરતા વધુ ભરેલ હશે તો આ ફીને બીજા સત્રમાં બાદ કરી આપવામાં આવશે. ફીમાથી બાદ કરવામાં અમે કયાંય નિષ્ફળ જઇએ તો વાલીઓને એફઆરસી અને કાયદાકીય કાર્યવાહી કરવા સહમતિ છે.

અન્ય સમાચારો પણ છે...