તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસાપર ગામે વેવિશાળમાં જતા પરિવારની કાર તણાઈ : બે મહિલાનાં મોત, એકની શોધખોળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ તાલુકાના ખડવંથલી ગામે રહેતા ગોપાલભાઈ મારકણાના પુત્રનું વેવિશાળ જસાપરની યુવતી સાથે નક્કી થયું હોય સવારના સુમારે પરિવાર હરખભેર જુદી-જુદી ગાડીઓમાં નીકળ્યો હતો. દરમ્યાન જામકંડોરણા તાલુકાના રામપર ગામ પાસે પહોંચ્યો ત્યારે કોઝવે પર પૂરના પાણી ધીમા ધીમા વહી રહ્યા હતા સદ્નસીબે બે ગાડીઓ કોઝવે પરથી પસાર પણ થઈ હતી. પાછળ રહેલ બોલેરો જીપ ભુપતભાઈ મારકણા ચલાવી રહ્યા હોય કોઝવે પસાર કરી રહ્યા હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા બોલેરો જીપ તણાઈ હતી અને સર્જાયેલા અકસ્માતમાં રાધાબેન દિલીપભાઈ મારાકણા, રંજનબેન વજુભાઈ મારકણા, તેમજ શર્મીલાબેન ભુપતભાઈ મારકણા પૂરના પાણીમાં તણાયા હતા અને બે મહિલાઓના ડૂબી જવાથી મોત નિપજયા હતા. જ્યારે ભુપતભાઈ મારકણાનો બચાવ થવા પામ્યો હતો. તેમજ શર્મીલાબેન ભુપતભાઈ મારકણા પૂરના પાણીમાં તણાયા હોય તેની શોધખોળ ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમે હાથ ધરી હતી. પટેલ પરિવાર અંગે ખડવંથલી ગામના સરપંચ મહેશભાઈ કાછડીયા અને પૂર્વ સરપંચ પોપટભાઈ કતબા એ જણાવ્યું હતું કે ભુપતભાઈ મારકણા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ સ્થાયી થયા છે.

અન્ય સમાચારો પણ છે...