તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Examination Of 49868 Students Of The University X Army Personnel Allotted To Sensitive 24 Centers 072550

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીના 49,868 વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા, સંવેદનશીલ 24 કેન્દ્રો પર એક્સ આર્મીમેન ફાળવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજુલામા પીપાવાવ મંદિર બાદ કાગધામ અને હવે વૃંદાવન બાગ તેમજ હાેસ્પિટલના લાભાર્થે પુ.માેરારીબાપુની ત્રીજી રામકથા માટે તડામાર તૈયારી કરવામા અાવી રહી છે. અહી સ્થાનિક તેમજ દેશ વિદેશથી મહાનુભાવાે કથાનુ શ્રવણ કરવા ઉમટી પડશે. અા ઉપરાંત અહી મુખ્યમંત્રી રૂપાણી, ભુપેન્દ્ર બધેલ, અશાેક ગેહલાેત, અાદિત્ય નાથજી મહારાજ, દિનેશ શર્મા, રાજયપાલ બેબીરાની માેર્ય, બ્રિજેશ પાઠક ખાસ ઉપસ્થિત રહેશે.

ધાતરવડી નદીના કાંઠે વૃંદાવન બાગમા પ્રાણ પ્રતિષ્ઠા મહાેત્સવને પણ અાખરી અાેપ અપાઇ રહ્યાે છે. રાજેન્દ્રબાપુના માર્ગદર્શન હેઠળ અહી ત્રણ કરાેડના ખર્ચે રામજી મંદિર બનાવવામા અાવ્યું છે. માેરારીબાપુના હસ્તે તા. 20ના રાેજ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. અહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણી, પ્રદિપસિંહ જાડેજા, પ્રતાપભાઇ વરૂ, અંબરીશભાઇ ડેર, સહિતના ઉપસ્થિત રહેશે.

પરીક્ષા અગાઉ એક્સપર્ટ પ્રશ્નપત્ર ચેક કરશે, ભૂલ હશે તો અડધી કલાકમાં સોલ્વ કરાશે

યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રમાં કોઈ ભૂલ હોય તો કલાકો સુધી તેનું નિરાકરણ લવાતું ન હતું, પરંતુ પ્રથમ તબક્કાની પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રથમ વખત એવો પ્રયોગ કર્યો છે પરીક્ષા શરૂ થયાની અડધી કલાક દરમિયાન જ એટલે કે 10.30થી 11 કલાક દરમિયાન એક્સપર્ટ પ્રશ્નપત્ર ચેક કરશે કે તેમાં કોઈ ભૂલ છે કે કેમ? જો કોઈ ભૂલ હશે તો માત્ર અડધી કલાક દરમિયાન જ જે-તે વિષયના નિષ્ણાત અધ્યાપક સાથે ચર્ચા કરી નિવારણ લવાશે. જેથી ચાલુ પરીક્ષા દરમિયાન જ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

160 કેન્દ્રના CCTVના આઈડી અને પાસવર્ડ લઇ લેવાયા:107 ઓબ્ઝર્વર મુકાયા

એજ્યુકેશન રિપોર્ટર|રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 160 કેન્દ્ર પર 49,868 વિદ્યાર્થી પરીક્ષા આપશે. યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન અનેક વખત જુદા જુદા વિવાદ થતા હોય છે તેને ધ્યાનમાં રાખીને આ વખતે આયોજનપૂર્વક પરીક્ષા લેવા તૈયારીઓ કરી છે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં જ્યાં સૌથી વધુ પરીક્ષા ચોરી થઇ રહી છે, ડમી વિદ્યાર્થી પકડાઈ રહ્યા છે, ગેરરીતિ થઇ રહી છે, અધ્યાપકો પર હુમલા થઇ રહ્યા છે એવા 24 જેટલા સંવેદનશીલ કેન્દ્રો પર આ વખતે એક્સ આર્મીમેન ફાળવાયા છે. 107 જેટલા ઓબ્ઝર્વર નિમાયા છે. દરેક 160 કેન્દ્ર પરના સીસીટીવી કેમેરાની યુઝર આઈડી-પાસવર્ડ પણ લેઈ લેવાયા જેથી પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રો પર નજર રાખી શકાય. વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે પ્રકારની વ્યવસ્થા કરી હોવાનું ઉપકુલપતિએ જણાવ્યું હતું.

યાર્ડમાં ઘઉં, ચણા, ધાણાની મબલખ આવક

બિઝનેસ રિપોર્ટર|રાજકોટ

ત્રણ દિવસની રજા બાદ માર્કેટ યાર્ડ શરૂ થતાની સાથે જ બુધવારે ઘઉં, ચણા અને જીરાની મબલખ આવક થઇ હતી. મંગળવારે રાત્રે જ ખેડૂતો પોતાની જણસી લઈને યાર્ડે પહોંચી ગયા હતા અને બુધવારે વહેલી સવાર સુધી આ આવક સતત ચાલુ રહી હતી. ઘઉંના ભાવ રૂ. 330 થી 365 સુધી અને જીરામાં રૂ.2200 થી લઈને રૂ. 2675 સુધીના ભાવ બોલાયા હતા.જ્યારે ધાણાનો ભાવ રૂ.790 થી રૂ.1421 સુધીનો ભાવ બોલાયો હતો. યાર્ડના સૂત્રોના જણાવ્યાનુસાર જેમ જેમ સિઝન આવતી જશે તેમ તેમ આવક વધશે.

કિડની ખરાબ થવાના મહત્ત્વના કારણોમાં ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ છે

ભાસ્કર ન્યૂઝ|રાજકોટ

કિડનીના રોગો અંગે જાગૃતિ માટે વિશ્વના 100થી વધુ દેશોમાં 12 માર્ચને ગુરુવારે ‘વિશ્વ કિડની દિવસ’ ઉજવાશે. આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન-‘સાવચેતી વહેલા નિદાન અને કાળજીથી, સર્વત્ર સર્વજનોમાં તંદુરસ્ત કિડની’ છે. કિડની એજ્યુકેશન વેબસાઇટ તે વિશ્વભરમાં આ સ્લોગનને પૂર્ણ કરી યથાયોગ્ય માહિતી આપતી એકમાત્ર વેબસાઇટ છે. 37 ભાષામાં ઉપલબ્ધ વેબસાઇટના માધ્યમ દ્વારા નિ:શુલ્ક માહિતી આપતી હોવાના કારણે આ વેબસાઇટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઇ પણ ખૂણેથી મફત લઇ શકે છે.

રાજકોટના કિડની નિષ્ણાત ડો.સંજય પંડ્યા દ્વારા નિર્મિત વેબસાઇટમાં કિડનીના રોગ અટકાવવા અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી 25 આંતરરાષ્ટ્રીય ભાષામાં અને 12 ભારતીય ભાષામાં આપેલી છે. દસમાંથી એક વ્યક્તિને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડની વધુ છે.

પેશકદમી દૂર કરાવી ન્યાય આપવા માંગ અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપો

ભાસ્કર ન્યૂઝ |જૂનાગઢ

ભૂમાફિયાના ત્રાસથી કંટાળેલા કરિયા ગામના નાગરિકે ન્યાય અપાવવા અથવા ઇચ્છા મૃત્યુુની પરવાનગી આપવા માંગ કરી છે. આ અંગે જિલ્લા કલેકટર, એસપી વગેરેને સંબોધીને અપાયેલા આવેદનમાં ભેંસાણ તાલુકાના કરિયા ગામના ચંદ્રેશભાઇ ધડુકે જણાવ્યું હતું કે, છોડવડી ગામે મારી જમીન આવેલી છે જેના પર ખાનગી શાળા બનાવવાની હતી. જોકે આ જમીન ભૂમાફિયાઓઅે પચાવી પાડી છે. આ પ્રકરણ પાંચ વર્ષથી ચાલે છે, 8 વખત કેસ કર્યો છે, છત્તાં સરકારી અધિકારીઅોના આંખ મિચામણાથી જમીન પરની પેશકદમી દૂર થતી નથી. ત્યારે આ મામલે કાંતો તંત્ર પેશકદમી દૂર કરાવી ન્યાય અપાવે અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપે તેવી ચંદ્રેશભાઇ ધડૂકે માંગ કરી છે.

પુત્રનાં મોતથી પરિવાર શોકમાં ડુબી ગયો

ભાસ્કર ન્યુઝ | બગવદર

પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે સીમ વિસ્તારમાં રહેતા પરિવારનો એક નો એક પુત્ર કૂવામાં પડી જતા, બાળકનું મોત નિપજયું હતું.

મોઢવાડા સીમ વિસ્તારમાં રહેતા કરશનભાઈ હોથીભાઈ મોઢવાડીયાનો પુત્ર પ્રતીક (ઉ. 07) નામનો બાળક હોળીના દિવસે પિચકારી અને કલર લઈને એકલો બપોરે રમતો હતો, અને થોડીવાર બાદ આ બાળક નજરે ન ચડતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી, 2 કલાક ની શોધખોળ બાદ પરિવારના લોકોએ કુવા પાસે પિચકારીનું ઢાંકણું જોયું હતું, અને કૂવામાં પિચકારી તરતી હતી, ફાયર બ્રિગેડ વિભાગનો સંપર્ક કર્યો હતો, ફાયરબ્રિગેડનાે જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા પરંતુ બાળક નો પતો લાગ્યો ન હતો, આથી કેમેરા વાળાને બોલાવવામાં આવ્યા હતા, અને કેમેરો કૂવામાં નાખતા તળિયામાં બાળકનો મૃતદેહ જોવા મળ્યો હતો.

સૌ. યુનિવર્સિટીએ બે દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્ર બદલાવ્યું

સાવરકુંડલાના બાઢડાની એમ.કે સાવલિયા આર્ટસ કોલેજમાં અગાઉ શૈક્ષણિક કાર્ય નહીં કરાતું હોવાનો અને પૈસા આપીને વિદ્યાર્થીઓને પાસ કરાવતા હોવાના થયેલા આક્ષેપને પગલે યુનિવર્સિટીએ તપાસ બાદ અહીંનું કેન્દ્ર રદ કરી એસએમજીકે સમપાદર નવું કેન્દ્ર ફાળવાયું હતું. વિદ્યાર્થીઓને પણ પરીક્ષાની ઈશ્યૂ કરેલી રિસિપ્ટમાં સમપાદર જ કેન્દ્ર અપાયું હતું, પરંતુ પરીક્ષાના બે દિવસ અગાઉ અચાનક યુનિવર્સિટીએ ફરી બાઢડાની કોલેજમાં કેન્દ્ર ફાળવતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી હતી.

પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ

ગોંડલની એમ.બી. કોલેજમાં ડમીકાંડ થયા બાદ આ કોલેજનું કેન્દ્ર રદ કરી દેવાયું છે તેથી આ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા ગોંડલની જ મહિલા કોલેજમાં લેવાની હોય અહીં પણ પોલીસ બંદોબસ્ત ફાળવાયો છે. જ્યારે સાવરકુંડલાના બાઢડાની આર્ટસ કોલેજમાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ફાળવાયો છે તેમજ પડધરીની ગવર્નમેન્ટ આર્ટસ કોલેજમાં પણ અગાઉ ડમી વિદ્યાર્થી પકડાયો હોય અને અગાઉ અહીં પરીક્ષા કેન્દ્ર રદ કર્યું હતું. ફરી શરૂ કર્યા બાદ પ્રથમ પરીક્ષા લેવાઈ રહી હોય પોલીસ બંદોબસ્ત ફાળવાયો છે. તાજેતરમાં ગોંડલની કોલેજમાં પરીક્ષા દરમિયાન માસ કોપી કેસ કરતા વિદ્યાર્થીઓ પકડાયા બાદ યુનિવર્સિટીએ આવી સંવેદનશીલ કોલેજોમાં પોલીસ બંદોબસ્ત માગ્યો છે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં ગોંડલ, પડધરી અને સાવરકુંડલામાં પોલીસ બંદોબસ્ત રખાયો છે.

ત્રાસનો ભોગ બનનારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ, ગુરુવાર, 12 માર્ચ, 2020 | 12

છોડવડીમાં શાળા બનાવવાની જમીન ભૂ માફિયાએ પચાવી પાડી


મોઢવાડામાં કૂવામાં ખાબકેલા બાળકનું ડૂબી જતાં કરુણ મોત


વૃંદાવન બાગમા નૂતન રામજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહાેત્સવને પણ અાખરી અાેપ

રાજુલામાં માેરારિબાપુની રામકથાની તૈયારીઅાે શરૂ

_photocaption_પાંચ વર્ષથી પ્રશ્નનો નિવેડો ન આવતા અંતે કંટાળીને યુવાને કલેક્ટર અને એસ.પીને આવેદનપત્ર પાઠવ્યું.*photocaption*

_photocaption_મૃતક પ્રતીક*photocaption*

રાજકોટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો