તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો કોલેજોમાં ટીચિંગ સ્ટાફનું 1+8 સેટઅપ ઊભું કરો: BCI

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં હાલમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે ત્યારે બીસીઆઇના અધિકારીઓ દ્વારા કોલેજ સંચાલકો અને યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓને લો કોલેજમાં વન પ્લસ એઇટનું સેટઅપ ઊભું કરવા સૂચન કરાયું છે. એટલે કે લો કોલેજોમાં એક પ્રિન્સિપાલ અને આઠ અધ્યાપકોની ભરતી કરવા જણાવાયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન ડો.મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ લો કોલેજોમાં 40 વિદ્યાર્થીઓએ એક અધ્યાપક હોવો જરૂરી છે. દરેક લો કોલેજોમાં એક વર્ષમાં બે ડિવિઝન એટલે કે 120 વિદ્યાર્થીઓ હોય છે તે મુજબ 3 વર્ષની સંખ્યા અંદાજે 360 આસપાસ હોય છે જે મુજબ બીસીઆઇએ વન પ્લસ એઇટ એટલે કે નવ ટીચિંગ સ્ટાફનું સેટઅપ ઊભું કરવા સૂચન કર્યું છે. એનસીટીઇ દ્વારા થોડા સમય પહેલા રાજ્ય સરકારને બી.એડ. કોલેજોમાં વન પ્લસ સેવન અધ્યાપકનું સેટઅપ કરવા જણાવ્યું હતું. જેની અમલવારી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા કરવામાં આવી છે જ્યારે લો કોલેજોમાં હજુપણ વન પ્લસ ફોરનું સેટઅપ ચાલી રહ્યું છે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી અમલ કરશે ?
હાલમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા કોમર્સ, આર્ટસ, સાયન્સની ગ્રાન્ટેડ કોલેજોની સાથોસાથ બી.એડ્. અને લો કોલેજોમાં ખાલી જગ્યા ભરવા કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે બીસીઆઇના સૂચનની અમલવારી કરવામાં આવે છે કે કેમ તેવો સવાલ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...