તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ માટે નિબંધ અને વકતૃત્વ હરીફાઇ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ડો.બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મજયંતીને અનુલક્ષી 14 એપ્રિલના જનઆરોગ્ય શિક્ષણ સંસ્થાન દ્વારા નવા થોરાળામાં ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે ડો.બાબાસાહેબના જીવન ચરિત્ર પર વકતૃત્વ સ્પર્ધા અને ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજાશે. નવા થોરાળામાં 14 એપ્રિલના સવારના ઘરે ઘરે રંગોળી દોરવાની સ્પર્ધા યોજાશે. નામ નોંધણી કરાવી લેવાની રહેશે. વિજેતાઓને શૈક્ષણિક કિટ, પ્રમાણપત્ર, શિલ્ડ આપી સન્માનિત કરાશે. નવા થોરાળા વિકાસ સમિતિ, મહાશક્તિ હેલ્થ સેન્ટર, 9 વિજયનગર સોસાયટી ખાતે સંસ્થાના પ્રમુખ ડો.પ્રકાશ ચાવડાનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...