તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Entrance Examinations Will Be Conducted On 27th May Under Pujit Rupani Trust39s Managed Gyanpabodhi Project 072107

પુજીત રૂપાણી ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ હેઠળ 27મીએ પ્રવેશ પરીક્ષા લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ હેઠળ આર્થિક રીતે નબળા પરિવારના હોશિંયાર વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ બનવામાં આવી રહ્યું છે. શૈક્ષણિક પ્રોજેક્ટ હેઠળની પ્રવેશ પરીક્ષા 27 એપ્રિલના લેવાશે. મેરીટ મુજબ પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 8 થી 12 સુધીનો શૈક્ષણિક ખર્ચ ટ્રસ્ટ ભોગવશે. પ્રવેશ પરીક્ષામાં જોડાવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ અરજીપત્રક પોતાની શાળા મારફત અથવા ડાયરેક્ટ ટ્રસ્ટના કાર્યાલય 1-મયૂરનગર, ભાવનગર રોડ, કિલ્લોલ, મનપા પૂર્વ ઝોન કચેરી સામે રૂબરૂ સંપર્ક સાધવો. પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટા અને ધોરણ 7ની પ્રથમ સેમેસ્ટરની માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે. પ્રવેશ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પસંદ કરી ધોરણ 8માં શહેરની સારામા સારી શાળામાં પ્રવેશ અપાવી ધોરણ 12 સુધીનો અભ્યાસ ખર્ચ ટ્રસ્ટ ભોગવશે.

અન્ય સમાચારો પણ છે...