તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલુ ટ્રેને ઉતરવા જતાં પટકાવાથી વૃધ્ધનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ પુત્રીને મળીને પરત કેશોદ જવા નીકળેલા વૃધ્ધ જંકશન રેલવે સ્ટેશને ભૂલથી બીજી ટ્રેનમાં ચડી ગયા હતા, જાણ થતાં ચાલુ ટ્રેને નીચે ઉતરવા જતાં વૃધ્ધ પટકાયા હતા અને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.

કેશોદના ગીતાનગરમાં રહેતા મોહનભાઇ ગાંગાભાઇ મકવાણા (ઉ.વ.80) અને તેમના પત્ની શોભનાબેન રાજકોટ રહેતા તેમના પરિણીત પુત્રી નીતાબેન સોલંકીના ઘરે આંટો આવ્યા હતા. પુત્રી-જમાઇના ઘરે થોડા દિવસ રોકાયા બાદ પરત કેશોદ જવા વૃધ્ધ દંપતી શનિવારે બપોરે જંકશન રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. શોભનાબેન ટિકિટ લેવા માટે ટિકિટ બારી પર ગયા હતા ત્યારે મોહનભાઇ મકવાણા પ્લેટફોર્મ પર હતા. પ્લેટફોર્મ પર ઊભેલી ટ્રેન જોઇ મોહનભાઇ તેમાં ચડી ગયા હતા અને ટ્રેન ચાલુ થઇ ગઇ હતી.

ટ્રેન ચાલુ થઇ ત્યારે કોઇ અન્ય મુસાફરે આ ટ્રેન અમદાવાદ જતી હોવાનું કહેતા મોહનભાઇને પોતે ખોટી ટ્રેનમાં ચડી ગયાની જાણ થતાં તેઓ ચાલુ ટ્રેને નીચે ઉતરવા જતાં નીચે પટકાયા હતા અને ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા. ટિકિટ લઇને પ્લેટફોર્મ પર આવેલા શોભનાબેન તેમના પતિને શોધતા હતા ત્યારે કોઇએ વૃધ્ધ કપાયાની જાણ કરતાં શોભનાબેન ત્યાં પહોંચતા પતિ લોહિયાળ હાલતમાં મળ્યા હતા. હાથ-માથામાં ગંભીર ઇજા થવાથી વૃધ્ધનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...