તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર યુનિ.માં 25મીએ ઇડીએસીની બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 25મીએ એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટીની બેઠક યોજાનાર છે જેમાં 50થી વધુ કોપીકેસનું હિયરિંગ કરાશેે. આ સંખ્યા વધવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષામાં નોંધાયેલા ગેરરીતિના કેસનું હિયરિંગ કરવા માટે આગામી 25મીએ ઇડીએસીની બેઠક બોલાવવામાં આવી છે. લીગલ ઓફિસર મનીષ ધામેચાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઇડીએસીની બેઠકમાં હિયરિંગ માટે 50 જેટલા કેસો આવી ગયા છે અને આ સંખ્યા વધવાની સંભાવના છે. નવા સત્રની પ્રથમ પરીક્ષા નોંધાયેલા ગેરરીતિના કેસ માટે આ પ્રથમ ઇડીએસીની બેઠક બોલાવવામાં આવી છે. આ હિયરિંગમાં યુનિવર્સિટીના નીતિ નિયમો મુજબ ગેરરીતિના કેસમાં સજા ફટકારવામાં આવશે.

18મીથી પરીક્ષાનો બીજો તબક્કો, 60 ઓબ્ઝર્વર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 18મીથી પરીક્ષાનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે અને તેમાં 60 જેટલા ઓબ્ઝર્વર મુકવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...