તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૃથ્વી પર માનવીને હવે વીજળી કે ઇન્ટરનેટ વગરના જીવનની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૃથ્વી પર માનવીને હવે વીજળી કે ઇન્ટરનેટ વગરના જીવનની કલ્પના કરવી અઘરી છે. તેમાંય હવે સોશિયલ મીડિયાના આગમન બાદ તો સંદેશાવ્યવહાર પ્રચંડ ઝડપી બન્યો છે ત્યારે માનો કે સંદેશાવ્યવહારના તમામ માધ્યમો ઠપ થઇ જાય તો શું? આવા સંજોગોમાં આપણા માટે એક માત્ર આધાર છે હેમ રેડિયો. જો કે, હવે હેમ રેડિયો એ ફક્ત શ્રાવ્ય માધ્યમ નથી રહ્યું બલ્કે તેના મારફતે હવે છેલ્લા કેટલાક વર્ષોથી તસવીરો પણ મોકલી શકાય છે, તે પણ છેક અંતરીક્ષમાંથી. આ કળાનું રાજકોટમાં 12મીએ ખગોળ જીજ્ઞાસુ વિદ્યાર્થીઓ 12મીએ જીવંત નિદર્શન મેળવી શકશે. શુક્રવારે સાંજે જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નરી આંખે નિહાળવાનો મોકો મળશે ત્યારે આ 6.7 સેકન્ડમાં આઇએસએસમાંથી પ્રસારિત થતા ઓડિયો સિગ્નલ્સ ઝીલીને તેને તસવીરમાં કેમ પરિવર્તિત કરવું તેનુ઼ં લાઇવ ડેમો અપાશે.

રાજકોટના ખગોળ જીજ્ઞાસુ રાજેશ વાગડિયાના જણાવ્યા મુજબ તેમના દ્વારા યોજાનારું વિદ્યાર્થીઓ માટેનું આ જીવંત નિદર્શન એટલે અનોખું બની રહેશે કેમ કે, ગુજરાતમાં આ સર્વ પ્રથમ વખત હશે કે જ્યારે આઇએસએસને નરી આંખે નિહાળવાની સાથે એ સમયે તેમાંથી પ્રસારિત કરાતી ઇમેજીસને ઝીલવાનું લાઇવ ડેમો આપવાનો પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...