તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Dwarkashalaji Will Divide The Future With The Essence Of Bhagavad Gita 073040

દ્વારકેશલાલજી ભગવત ગીતાના સાર થકી ભાવિકોને ભાવ વિભોર કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રેસકોર્સ મેદાનમાં તા. 15 થી 21મી સુધી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. યુવા વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી કથાના માધ્યમથી દરરોજ ઉપસ્થિત શ્રોતાઓને બપોેરે 3 થી 7 દરમિયાન શ્રીમદ્દ ભગવત ગીતાના સાર થકી જીવનને આધ્યાત્મિક માર્ગે રહી ને પણ સાંસારીક જીવન કેવી રીતે સરળ રીતે જીવી શકાય તેની સમજણ આપશે. તા. 15ના શોભાયાત્રામાં કેસરી રંગમાં સજ્જ 300 બહેનો કળશ સાથે જોડાશે. જીપ, ઘોડાગાડી, મોટર સાઇકલમાં યુવાનો અને 251 વિવિધ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગુણવંતભાઇ ડેલાવાળાએ સર્વે વૈષ્ણવ ભાવિકોને ગીતા જ્ઞાનના સાત દિવસીય યજ્ઞમાં જોડવા આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...