તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Dr Babasaheb Ambedkarji Considered Patriarch Patriarch Chancellor Nitin Pathani 072059

ડો.બાબાસાહેબ આંબેડકરજીને કુળદીપક, રાષ્ટ્રદીપક ગણાવતા : કુલપતિ નીતિન પેથાણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દલીત સમાજના ઉદ્ધારક, ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીના જીવન, કાર્યોથી વર્તમાન સમયથી પેઢી માહિતગાર થઇ પ્રેરણા પ્રાપ્ત કરે તેવા હેતુથી ડો.બી.આર.આંબેડકર ચેર સેન્ટરના ઉપક્રમે તા. 14ના ‘પ્રેરણાપુરુષ : ડો.આંબેડકર’ વિષય પર રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.

કુલપતિ ડો.નીતિન પેથાણીએ બાબાસાહેબ આંબેડકરને જમીન સાથે જોડાયેલા, રાષ્ટ્રીય હિતના ચિંતક સાથે બાબાસાહબને કુળદીપક, રાષ્ટ્રદીપક, ભારતરત્ન ગણાવ્યા હતા. ડો.નાથાલાલ ગોહેલે રાષ્ટ્રપુરુષ ડો.આંબેડકરજીમાંથી રાષ્ટ્રવાદ, રાષ્ટ્રભક્તિની પ્રેરણા લેવા ઉપસ્થિત સર્વેને અપીલ કરી હતી. એકથી ચાર સત્રના વકતા, સંચાલકોમાં ડો. પાંડુરંગ બરકલે, ડો. જયદીપસિંહ ડોડિયા, ડો. ભરતભાઇ ખેર, કિશોરભાઇ મકવાણા, નટુભાઇ વાઘેલા, ડો.આર.બી.સોલંકી,અનિતાબેન પરમાર, પ્રો.નીતાબેન ઉદાણી, સંગીતા ઝાંપડિયા, સાહેરાબાનુ પઠાણ, ડો. એમ.એસ.મોલિયા, પ્રો.બલદેવ આગજા, ડો.નરેશ ચૌહાણ, ડો.જિતેશ સાંખટ, ડો.કાંતીલાલ કાથડ રહ્યા હતા.

ડો. આંબેડકરજીના જીવન, કાર્યો, તત્વજ્ઞાન પર સંશોધન કરનાર 5 વિદ્યાર્થીઓને સ્પેશિયલ ફેલોશિપ એવોર્ડ 2019-20 અને રાજ્યકક્ષાની વકતૃત્વ સ્પર્ધાના 5 વિજેતા વિદ્યાર્થીઓને ભીમપ્રજ્ઞા એવોર્ડ સ્મૃતિ ચિહનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધાના 15 વિદ્યાર્થીઓને ભીમપ્રજ્ઞા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

રાજકોટ | પશુ વૈજ્ઞાનિકોની શિબિર ઇન્દોર ખાતે યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથિરીયાએ દેશી કુળની ગૌમાતચાના ગૌમૂત્ર, છાણની કિંમત ભવિષ્યમાં દૂધ કરતા વધશે તેમ જણાવ્યું હતું અને ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કથિરીયાએ કેરળ ખાતે અમૃતાનંદમયી મઠની મુલાકાત લીધી હતી.

પશુ વૈજ્ઞાનિકોની શિબિરમાં ડો. વલ્લભભાઇ કથિરીયાએ ગૌ આધારીત ખેતીની અપીલ કરી

રાજકોટ | ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, 4-વૈદવાડી ખાતે તા. 21ના ઓશો સંબોધિ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઓશો મનન ધ્યાન કેન્દ્રના સંચાલક સ્વામી પ્રભુ સરસ્વતીજી, વિજયભાઇ ભૂવા, સ્વામી સત્ય પ્રકાશ બપોરે 3 થી 8.30 શિબિરનું સંચાલન કરશે. ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, અમેરિકાની ઓશો સંબોધિ દિવસની વીડિયો દર્શાવવામાં આવશે. વિશેષ ધ્યાન, ઓશો સંબોધિ કીર્તન, સંધ્યા સત્સંગ, સંન્યાસ ઉત્સવ અને રાતે 8.30 મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. શિબિરમાં જોડાવા માટે નામ નોંધણી સ્વામી સત્ય પ્રકાશજી અથવા સંજીવભાઇ રાઠોડને કરવાની રહેશે.


શનિવારે ઓશો સંબોધિ દિવસ નિમિત્તે ધ્યાન શિબિર, સંન્યાસ ઉત્સવ યોજાશે


રાજકોટ | સરગમ ક્લબ સંચાલિત ઇવનિંગ પોસ્ટ પાર્કના વડીલ સભ્યો માટે નિ:શુલ્ક ગીત સંગીતનો કાર્યક્રમ કરાઓકે ટ્રેક પર તા. 22ને રવિવારે સાજે 6 થી 9 સુધી ઇવનિંગ પોસ્ટ પાર્ક, જ્યુબિલી બાગ ખાતે યોજાશે. સુર સનમ મ્યુઝીકલ ગ્રૂપના કલાકારો કરાઅોકે ટ્રેક પર ગીત સંગીતની પ્રસ્તુતી કરશે.શબ્બીર ધનાણી, શાકીર કુરેશી, રાજેશ પંડ્યા, મયુર ત્રિવેદી, સંજય પંડ્યા, વિનોદ વાઘેલા, કનુભાઇ પરમાર, મોહમદ ઇલયાસ સહિતના ગાયક કલાકારો ગાયન પ્રસ્તુત કરશે.

વડીલો માટે રવિવારે ગીત સંગીતનો કાર્યક્રમ

રાજકોટ | ઓમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, લાખના બંગલા પાસે, 80, ફૂટ રોડ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે તા. 22ને રવિવારે સવારે 9.30 થી 12.30 નિ:શુલ્ક સર્વરોગ નિદાન, માર્ગદર્શન કેમ્પ યોજાશે. સર્જીકલ વિભાગમાં ડો.એસ.એમ.પટેલ, પ્રસુતી, સ્ત્રી રોગ વિભાગમાં ડો. ભવદીપ ગઢવી, મેડીસીની વિભાગમાં ડો. વીરૂત પટેલ સેવા આપશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છુકોએ નામ નોંધણી કરાવી લેવાની રહેશે.

રવિવારે નિ:શુલ્ક સર્વરોગ નિદાન, માર્ગદર્શન કેમ્પ

રાજકોટ | અખિલ ભારતીય અંતર બેંક હિન્દી નિબંધ સ્પર્ધા તાજેતરમાં યોજાઇ હતી. જેમાં રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય વિધિ ચંદ્રકાંત જટનિયાએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. તેણીને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેણીએ અખિલ ભારતીય હિન્દી સેમિનારમા પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન કર્યું હતું.

અખિલ ભારતીય અંતર બેંક હિન્દી નિબંધમાં તૃતીય

{ કૃષ્ણાશ્રય હવેલી (રોયલપાર્ક)ના 21માં પાટોત્સવને અનુલક્ષી ભક્તિ પોષણ રસાસ્વાદ મહોત્સવ તા. 25 થી 29 શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજવાનો હતો. પરંતુ કોરોના વાઇરસને કારણે આ મહોત્સવ રદ કરવામાં આવ્યો છે. ભક્તિ પોષણ રસાસ્વાદ મહોત્સવ સમિતિ, કનૈયાલાલજી મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ, કૃષ્ણાશ્રમ હવેલી રાજકોટના વ્યવસ્થાપકોએ જણાવ્યું છે.

{ રાજકોટ વૈદ્યસભાની સામાન્ય સભા તા. 22ના મળવાની હતી. પરંતુ કોરોના વાઇરસના પગલ સભાના મંત્રી ડો. એચ.એલ.મંડિર અને પ્રમુખ, સભ્યોએ આ મિટીંગ સભાની રદ કરવાનો એક સુરે નિર્ણય કર્યો હતો.

{ લોહાણા સખી મહિલા વૃંદે સભ્ય બહેનો માટે તા. 27ના અને 24ને યોજવાના કાર્યક્રમને મોકૂફ રાખ્યો છે. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું પ્રમુખ વીણાબેન પાંધી, મંત્રી હંસાબેન ગણાત્રાએ જણાવ્યું છે.

{ સિંધી સમાજ ચેટીચંદ મહોત્સવની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરશે. કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાંથી વહી જાય તેવી જુલેલાલ સાંઇને પ્રાર્થના કરવામાં આવશે. તા. 25ના સવારે 10 વાગ્યે રામનાથપરા, હરમંદિરે જુલેલાલ જન્મોત્સવની ઉજવણીમાં લાભાર્થીઓને માસ્ક, રૂમાલનું વિતરણ કરાશે. હરમંદિર ટ્રસ્ટના પ્રમુખ લીલારામ પોપટાણી, ઉપપ્રમુખ, મંત્રી રાજાભઇ હિન્દુ, કિશોરભાઇ છતલાણી, કનૈયાલાલ નાગદેવે જણાવ્યું છે.

{ અેમ.આઇ.ચાઇલ્ડ ડેવલોપમેન્ટ કંપની આયોજિત વિવિધ શૈક્ષણિક કોર્સના માર્ગદર્શનનો કાર્યક્રમ કોરોના વાઇરસના કારણે રદ કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ નોંધ લેવા માટે સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું છે.

કોરોના વાઇરસને પગલ વિવિધ સંસ્થાઓના કાર્યક્રમ રદ

5 વિદ્યાર્થીઓને સ્પેશિયલ ફેલોશિપ એવોર્ડ, વકતૃત્વ સ્પર્ધાના 5 અને નિબંધ લેખનના 15 વિદ્યાર્થીઓને ભીમપ્રજ્ઞા એવોર્ડ એનાયત કરાયો

મુખ્ય અોફિસ : દિવ્ય ભાસ્કર ઓફિસ,
જાસલ કોમ્પ્લેક્સ, 5મો માળ, નાણાવટી ચોક,
150, ફૂટ રિંગ રોડ, રાજકોટ, અથવા

તમારા સમાજ-સંસ્થા, ધર્મ કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને આ પાના પર સમાવવા માટે નીચે અાપેલા ઈ-મેઈલ અાઈડી divyabhaskarrajkot@gmail.com

પર ફોટો સાથે વિગત મોકલી અાપો

રાજકોટ | સ્વ.ચાંદની પંડ્યા મેમોરીયલ ટ્રસ્ટ રાજકોટ તરફથી શહેરના અન્ડરબ્રીજ પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લોકોને ટ્રાફિક નિયમો વિશેની માહિતી આપવામાં આવી હતી.

ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રાજકોટ | સાથી સેવા ગ્રૂપ તરફથી તા. 19મીથી રોકડીયા હનુમાન મંદિર, સૂર્યનગર, નાનામવા રોડ ખાતે અન્નક્ષેત્ર શરૂ કરાયું છે. અન્નક્ષેત્રના સ્થાને તેમજ સિવિલ હોસ્પિટલમાં ભુખ્યાઓને ભોજન પીરસવામાં આવશે. જલ્પાબેન પટેલ છેલ્લા 5 વર્ષથી સેવા કરી રહ્યા છે.

જરૂરિયાતમંદો માટે અન્નક્ષેત્ર શરૂ

રાજકોટ | જે.જે.કુંડલિયા આર્ટસ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થી દેવ મહેતા લિખિત 51 અંગ્રેજી કાવ્ય સંગ્રહ પુસ્તકનું વિમોચન તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઇ પેથાણી અને ઉપકુલપતિ વિજયભાઇ દેસાણીના હસ્તે થયુ હતું.

અંગ્રેજી કાવ્યસંગ્રહનું વિમોચન થયું

રાજકોટ | નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની 20 શાળાઓમાં ધ અમેરીકન ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી સ્ટેમ બેઇઝડ ડિજીટલ ઇક્વીલાઇઝર પ્રોગ્રામ હાથ ધરાયો હતો. જેમાં 20 શાળાઓને ફાળવવામાં આવેલી ગણિત, વિજ્ઞાન સાધનોની કિટ કમલેશભાઇ મીરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. આ સાધનોની કિટનું પ્રદર્શન પણ યોજાયું હતું. 20 શાળામાં ફાળવેલી આ કિટથી 2 હજાર વિદ્યાર્થીઓ, શિક્ષકોને લાભ પ્રાપ્ત થશે. તેવો વિશ્વાસ શિક્ષણ સમિતિના ચેરમેને વ્યક્ત કર્યો હતો. પ્રોગ્રામર ઓફિસર હાર્દિકભાઇ સોનછાત્રા, દીપાલીબેન ઠાકરે માર્ગદર્શન આપ્યું હતું.

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગણિત, વિજ્ઞાન સાધનોની કિટ વિતરણ

રાજકોટ | પટેલ વાડી, બેડીપરા ખાતે સમર તાલીમ વર્ગ તા. 20 થી 31 મે સુધી યોજાશે. બ્યુટી કેર, ક્વિલિંગ, ફલાવર મેકિંગ, હેન્ડીક્રાફ્ટ, મહેંદી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવટ, કુકીંગ, દાંડિયા રાસ, ડ્રોઇંગ, કેન્ડલ મેકીંગ વિશે નિષ્ણાતો તાલીમ આપશે. પ્રવેશ ફોર્મ માટે આર.ડી.ગારડી આરોગ્ય ભવન, સરદાર પટેલ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ હોસ્પિટલ, 10-રણછોડનગર ખાતે સંપર્ક સાધવો. બહેનો માટે નિયમિત યોગ ધ્યાન મેડિટેશનના વર્ગ સરદાર હોસ્પિટલ ખાતે ચાલી રહ્યા છે. સરદાર પટેલ મહિલા સોશિયલ ગ્રૂપ બેડીપરાના હોદ્દેદારો, રીટાબેન લુણાગરીયા, હંસાબેન અકબરી, દિપ્તીબેન ગોંડલીયા, મીનાબેન શીંગાળા, પુષ્પાબેન ડોબરીયા, ભાવનાબેન કોટડીયા તથા કવિતાબેન વાડોદરીયાનો સંપર્ક સાધવો.

મે માસમાં સમર તાલીમ વર્ગ
અન્ય સમાચારો પણ છે...