ગૌ સેવા હેતુ વિવિધ સંસ્થા દ્વારા દાનની અપીલ

મકરસંક્રાતિ નિમિત્તે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં દાન માટે કેમ્પ ખુલ્લા મકાશે. જેમાં...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:26 AM
Rajkot News - donation appeal by various organizations for the purpose of service of the service 032630
મકરસંક્રાતિ નિમિત્તે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં દાન માટે કેમ્પ ખુલ્લા મકાશે. જેમાં દાતાઓ અંબિકા પાર્ક, સ્વામીનારાયણ ગુરુકુળ, સોરઠિયા વાડી, કોટેચા ચોક, 150, ફૂટ રિંગ રોડ, ઇન્દિરા સર્કલ, પાણીના ઘોડો, પેડક રોડ, અમીન માર્ગ વગેરે સ્થળે દાતાઓ દાન કરી શકશે. દાન રાજકોટ-મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, વાંકાનેર, જામખંભાળીયામાં વ્યવસ્થા કરવામાં આવી છે.

યુવા સેના ટ્રસ્ટ

સંસ્થા તરફથી વિવિધ લોક ઉપયોગ અને જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ સેવામાં સહકાર આપવા ઇચ્છુકોએ ટ્રસ્ટની ઓફિસ સેવા ભવન, મિલપરા-4 ખાતે સંપર્ક સાધવો.

ગોવર્ધન ગૌ શાળા

શ્રીજી ખિરક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગોવર્ધન ગૌ શાળામાં અબોલ જીવનો સંભાળ લેવાય છે. દાનના પર્વ મકરસંક્રાતિએ લીલુ, સુકુ ઘાસ, ખોળ, ગોળ આહાર ગાયોને કરાવવો હોય તો ગૌશાળાનો કાલાવડ રોડ, ન્યારી ડેમ પાસે, મોટામવા પાસે રાજકોટનો સંપર્ક સાધવો.

જય માતાજી અબોલ જીવ ટ્રસ્ટ

જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાતિના પાવન દિવસે અબોલ જીવો પશુ-પક્ષીઓને સહાયરૂપ બનવા ઇચ્છુક દાતાઓને દાન માટે ટ્રસ્ટે અનુરોધ કર્યો છે. દાતાઓએ વધુ માહિતી માટે સી/અો, દોલતસિંહ ચૌહાણ, રાજકૃતિ એપાર્ટમેન્ટ એફ-1નો સંપર્ક સાધવો.

મા ગૌરી ગૌશાળા ટ્રસ્ટ

કાળીપાટ, ત્રંબા પાસે, ભાવનગર રોડ સ્થિત, મા ગૌરી ગૌશાળા ટ્રસ્ટ પાંજરાપોળમાં સંભાળ લેવાતા અબોલ જીવનો મદદ રૂપ થવા ટ્રસ્ટે દાતાઓને અપીલ કરી છે. ે ટ્રસ્ટની ઓફિસ ઢેબર રોડ, ઢેબર કોલોની સામે સંપર્ક કરવો.

X
Rajkot News - donation appeal by various organizations for the purpose of service of the service 032630
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App