તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Domestic Demand Closed For New Production In Rajkot Industrial Units 071557

મુંબઈની બજાર બંધ રહેતા રાજકોટના ઔદ્યોગિક એકમોમાં નવા ઉત્પાદનને બ્રેક, ડોમેસ્ટિક ડિમાન્ડ બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને કારણે મુંબઈની બજારો બંધ રહેતા નવા ઉત્પાદનને બ્રેક લાગશે .હાલ દરેક ઔદ્યોગિક એકમોમાં જૂના બાકી રહેલા ઓર્ડર પૂરા કરવામાં આવી રહ્યા છે.જે બે દિવસમાં પૂરા થઈ જશે અને ત્યારબાદ ફેક્ટરીમાં રજાનો માહોલ શરૂ થઈ જશે. જો કે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઈન્કવાયરી આવી રહી છે પણ ડોમેસ્ટિકમાં ડિમાન્ડ બંધ છે. નવા નાણાકીય વરસથી ઔદ્યોગિક અેકમોમાં બધી કામગીરી રાબેતા મુજબ થશે.

સામાન્ય રીતે દરેક ઔદ્યોગિક એકમોમાં માર્ચ મહિનાને કારણે ઉત્પાદન બંધ રહેતું હોય છે.તેવામાં આ વખતે કોરોના ઈફેકટ આવી છે.જેને કારણે ઔદ્યોગિક અેકમોમાં નવા ઓર્ડર સ્વિકારવામાં ઉદ્યોગકારો કોઇ રિસ્ક લેવા તૈયાર નથી. કારણ કે હાલ કોરોનાને કારણે બીજા દેશોમાં નિકાસ કેમ કરવી તે સૌથી મોટો પ્રશ્રન થયો છે.રવિવારે રાજકોટના દરેક ઔદ્યોગિક એકમો જનતા કફર્યૂમાં જોડાશે અને ત્યારબાદ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેશે. મોટાભાગના ઉદ્યોગકારો મેન્યુફેક્ચરિંગ બંધ રાખવાનું અને માત્ર વહીવટી કામકાજ રાબેતા મુજબ રાખવાનું વિચારી રહ્યા છે.

તો ઉત્પાદનને વધુ અસર

હાલ રોડ ટ્રાન્સપોર્ટ ચાલુ છે. એટલે કોઇ વાંધો નથી. પણ જો કોરોના ઈફેકટ લાંબી ચાલી તો ઉત્પાદનને વધુ અસર થશે. કારણ કે બીજા દેશોમાં માલ મુંબઈ પોર્ટ પરથી જ જાય છે.
> હરેશભાઈ સીયાણી , ઉદ્યોગકાર

મુંબઈ પોર્ટ બંધ, નિકાસને અસર

કોરોનાને કારણે મુંબઈ પોર્ટ બંધ રહેતા ત્યાં માલનો બધો ભરાવો થઇ જશે. પરિણામે નિકાસને અસર થશે. જ્યાં સુધી જૂનો માલ રવાના નહીં થાય ત્યાં સુધી નવા માલનું ઉત્પાદન કરવાનો કોઇ ફાયદો નથી. આથી ઉત્પાદન બંધ કરવું પડશે.
> નરેન્દ્રભાઇ પટેલ , ઉપપ્રમુખ, આજી જીઅાઈડીસી

55 વરસથી વધુ ઉંમરના કર્મીઓને ચાલુ પગારે રજા અપાઇ

હાલ કોરોનાને કારણે શાપર વેરાવળ,આજી જીઆઈડીસી,મેટોડા,કુવાડવા દરેક આૈદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો 55 વરસથી મોટી ઉંમરના કર્મચારીઓને એને ચાલુ પગારે રજા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...