તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Do Not Mention Surgical Strikes Or Air Strikes In The Lok Sabha Elections 071518

લોકસભાની ચૂંટણીમાં સર્જિકલ સ્ટ્રાઇક કે એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ ન કરવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભાની ચૂંટણીમાં સર્જિકલ સ્ટ્રાઇક કે એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ ન કરવો તેવો ચૂંટણીપંચનો આદેશ છે. આવો આદેશ આપવા પાછળનું કારણ તેનો લાભ ભાજપ સરકારને ન મળે તે હતો, પરંતુ ખુદ માહિતી ખાતાના અધિકારીઓએ જાહેર કરેલી પ્રેસનોટમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરી ભાજપને લાભ કરાવવા પ્રયાસ કર્યો છે. સખી મતદાન મથકની સ્ટોરીમાં હાઉ’ઝ ધ જોશથી શરૂઆત કરવામાં આવી છે.

રાજકોટના માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક સોનલ જોષીપુરાએ જાહેર કરેલી પ્રેસનોટમાં ‘‘ હાઉ‘ઝ ધ જોશ લેડીઝ ! ’’ દેશદાઝથી ભરપૂર મૂવી-‘‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’’નો આ પ્રખ્યાત સંવાદ રાજકોટની માનુનીઓએ પૂરા જોશથી આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના સંદર્ભમાં સાર્થક કરી બતાવવાનો નિર્ણય કરી લીધો છે.સખી મતદાન મથક અંગે જાહેર કરેલી આ યાદીમાં ભાજપને લાભ થાય તે પ્રકારેના શબ્દનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચ સર્જિકલ સ્ટ્રાઇક, એરસ્ટ્રાકનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ ન કરવા આદેશ આપ્યો છે.

કોંગ્રેસની ચૂંટણીપંચને રજૂઆત બાદ આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે ખુદ સરકારી અધિકારીએ જાહેર કરેલી યાદીમાં ભાજપને લાભ થાય તેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બાબતે માહિતી ખાતાના અધિકારી સામે શું કાર્યવાહી થાય છે તે આગામી સમય બતાવશે.

અન્ય સમાચારો પણ છે...