દક્ષિણ ભારતના ડિરેક્ટર, વેપારીએ બેડી માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેડી યાર્ડ એ સૌરાષ્ટ્રના યાર્ડનું હબ ગણાઈ છે. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે. ત્યારે બેડી યાર્ડ કેવી રીતે કામ કરે છે, તેમાં ખેડૂતોને કેવી રીતે પેમેન્ટ થાય છે. માલ સાચવવાની વ્યવસ્થા શું છે, તે બાબતો નિહાળવા માટે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુના વેપારી, યાર્ડના સેક્રેટરી અને કંપનીના ડિરેક્ટરો રાજકોટ આવ્યા હતા. અહીંની વ્યવસ્થા નિહાળી તમામ પ્રભાવિત થયા હતા.

હાલ આખા દેશના યાર્ડમાં સ્ટડી ટૂર ચાલી રહી છે. જેમાં જે તે યાર્ડના સેક્રેટરી, વેપારીઓ અલગ અલગ યાર્ડની મુલાકાત લે છે. અને કામ કરવાની પદ્ધતિ વિશે જાણે છે. જેના અનુસંધાને બેડી યાર્ડની કાર્ય પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કુલ 25થી વધુ લોકોએ યાર્ડની મુલાકાત લીધી હતી. મુલાકાત લેનાર તમામ અહીંની વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા હતા.ખાસ કરીને હરાજીની પ્રથા, પારદર્શક વહીવટ, તોલમાપ, ખેડૂતોને કરવામાં આવતા પેમેન્ટની પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામે પોતાની પદ્ધતિ વિશે જણાવતા કહ્યું હતું કે, તેઓના યાર્ડમાં માત્ર એક કે બે જણસીની આવક થાય છે. જ્યારે બેડી યાર્ડમાં 15થી વધુ જણસીની આવક થાય છે.જ્યારે બીજા રાજ્યમાં એક જ જણસીની આવક થાય છે અને અહીં જેવી મોટી જગ્યા ત્યાં છે નહીં.

અન્ય સમાચારો પણ છે...