તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રના ધર્મેન્દ્ર જાડેજાએ 66 રન આપી 3 વિકેટ ઝડપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ બાદ હવે ટીમ ઇન્ડિયા માટે સૌરાષ્ટ્રના લેફ્ટ આર્મ સ્પિનર ધર્મેન્દ્ર જાડેજા સજ્જ થઇ રહ્યો છે. ભારતના પ્રવાસે આવેલી સાઉથ આફ્રિકા સામેના ત્રણ દિવસીય વોર્મઅપ મેચમાં ધર્મેન્દ્ર જાડેજાએ રોહિત શર્માના નેજા વાળી બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન વતી રમી શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું છે.

વિંઝીઆનગ્રામ ખાતે રમાયેલા ત્રણ દિવસીય મેચમાં સા.આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો. જેમાં 6 વિકેટ ગુમાવી 279 રન કર્યા બાદ દાવ ડિક્લેર કર્યો હતો.

એડન મારકરમે 100 અને ટેમ્બા બાવુમાએ અણનમ 87 રન ફટકાર્યા હતા, જ્યારે ધર્મેન્દ્ર જાડેજાએ 12માં એક ઓવર મેડન ફેંકી 66 રન આપી 5.50ની એવરેજથી 3 વિકેટ ઝડપી પોતાની બોલિંગનો પરચો બતાવ્યો હતો.

ધર્મેન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગને પગલે આગામી દિવસોમાં ટીમ ઇન્ડિયાના બોલર તરીકે દાવેદાર બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...