તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંજાના જથ્થા સાથે પકડાયેલી મહિલાના જામીન નામંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| જંગલેશ્વર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલી અફશાના સલીમભાઇ કયાડા નામની મહિલાની જામીન અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. પોલીસે બાતમીના આધારે ગત સપ્ટેમ્બર મહિનામાં જંગલેશ્વર વિસ્તારના એક મકાનમાં દરોડો પાડી 356 કિલો ગાંજાના જથ્થો પકડી પાડ્યો હતો. જેેની ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ટંકારાના સાપડી સરૈયા ગામે રહેતી અફશાનાની સંડોવણી ખૂલતા પોલીસે તેને ઝડપી જેલહવાલે કરી હતી. જેલહવાલે રહેલી અફશાનાએ જામીન પર છૂટવા અરજી કરી હતી. જે અરજીનો સરકારી વકીલ પ્રશાંતભાઇ પટેલે વિરોધ કરી મહિલા આરોપી સામે ગંભીર ગુનો હોય જામીન પર ન છોડવા રજૂઆત કરતા અદાલતે રજૂઆતને ધ્યાને રાખી મહિલા આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...