વીંછિયાના હત્યા કેસના આરોપીનાં જામીન નામંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીંછિયા પંથકમાં 2017માં થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા ભગા ઉર્ફે કાળુ રણછોડ તાવિયા અને વાલજી રણછોડ તાવિયાએ જામીન પર છૂટવા કરેલી અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીઓએ ત્રણ વર્ષ પહેલા પાટિયાળી ગામે રહેતા કૌટુંબિકભાઇ ઓઘાભાઇ જેમાભાઇ તાવિયા પર કુહાડી, પાઇપથી હુમલો કરી હત્યા કરી હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા બંને આરોપીની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. દરમિયાન જેલહવાલે રહેલા બંને આરોપીએ ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટે 20 દિવસના વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...