તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Demand For Amalgamation Of The Thorala Seamount Within The Limits Of The Corporation 072511

થોરાળા સીમતળને પણ મહાનગરપાલિકાની હદમાં ભેળવવા માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : આગામી મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શહેરની હદમાં પાંચ ગામનો સમાવેશ કરવાની અરજન્ટ દરખાસ્ત મુકવામાં આવશે. પશ્ચિમ વિસ્તારના ગામોને જ મનપા અને રાજકીય અગ્રણીઓ શહેરની હદમાં સમાવેશ કરવા માટે આતુર હોવાનો આક્ષેપ કરતા થોરાળા ખેડૂત મંડળીએ જાણાવ્યું હતું કે આજી ડેમ પાસે આવેલા થોરાળા ગામમાં ગ્રામ પંચાયત અસ્તિત્વમાં જ નથી. તેથી રાજ્ય સરકારની કોઇ જાતની સુવિધા મળતી નથી. તેથી વહેલી તકે થોરાળા સીમતળ વિસ્તારને કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવે તો આ વિસ્તારનો વિકાસ થાય તેમજ અહી રહેતા લોકોને પ્રાથમિક સુવિધા મળે. થોરાળા ખેડૂત મંડળીએ કોઠારિયા, વાવડી ગામ જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળ્યું ત્યારે પણ થોરાળા સીમતળ વિસ્તારને શહેરમાં ભેળવવા માગ કરી હતી. પરંતુ સરકાર સતત આ અંગે ઉપેક્ષા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...