તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

26મી માટે 3 મુખ્ય માર્ગ પર પીપીપીના ધોરણે સુશોભન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
26મી જાન્યુઆરીના અનુસંધાને શહેરભરમાં માર્ગો અને ઈમારતોમાં રિપેરિંગ અને સુશોભન ચાલી રહ્યા છે. મનપાએ મુખ્ય માર્ગો તેમજ ચોકને પીપીપીના ધોરણે સંસ્થાઓ અને કંપનીઓને સોંપી કામ કરાવવાનું શરૂ કરી દીધું છે.

શહેરના કાલાવડ રોડ, રેસકોર્સ રોડ અને નાનામવા રોડ પર ડિવાઈડર પર રંગરોગાન અને સુશોભનની જવાબદારી પીપીપીના ધોરણે અપાઈ છે. આ જ રીતે શહેરના 39 જેટલા સર્કલ તેમજ ચોક આ ઉપરાંત 15 નાના માર્ગો પણ જનભાગીદારીથી સુશોભિત કરવામાં આવી રહ્યા છે. ખાનગી કંપનીઓ, શાળાઓ તેમજ સામાજિક સંસ્થાઓ આ કામ માટે આગળ આવી છે અને જે તે સર્કલ અને રોડ પર તેઓ સુશોભન કર્યા બાદ પોતાના ફ્લોટ પણ ત્યાં મૂકી શકશે. સરકારી તંત્રના આરોગ્ય વિભાગ સહિતના વિભાગોને પણ અલગ અલગ સર્કલ સોંપવામાં આવ્યા છે. મોટાભાગના ડિવાઈડર તેમજ ચોકમાં મનપાએ રિપેરિંગ કામ એક માસથી હાથ ધર્યું હતું જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. લગભગ તમામ માર્ગોના ડિવાઈડર પર કલર થઈ ચૂક્યા છે અને 15મીથી ફરી એકવખત તેના પર કલર કરવામાં આવશે અને 20મી સુધીમાં રિપેરિંગ અને કલરકામ પૂરા કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો