તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘વાયુ’ વાવાઝોડાને કારણે બાગાયતી પાકને નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર ખેતીવાડી પર થઈ છે. સાઇક્લોન ઈફેક્ટને કારણે સૌરાષ્ટ્રમાં પવનની તીવ્રતા સામાન્ય દિવસો કરતા અનેક ગણી વધારે હતી. જેને કારણે બગાયતી પાકોને ભારે નુકસાન થયું છે.તેવી જ રીતે જો વાવાઝોડા બાદ વાતાવરણમાં ભેજનું બંધારણ નહીં થાય તો ચોમાસું લંબાઈ શકે છે.વાવાઝોડા બાદ ખેતીવાડી પર પછી અસર થશે, હાલ બગાયતી પાકને નુકસાન થયું છે તો વાવણીલાયક વરસાદ નહીં થાય તો કપાસના પાકને નુકસાન થશે.

સૌરાષ્ટ્રમાં સિઝન મુજબ 15 જૂને ચોમાસું આવવાનું હતું. ચોમાસા પહેલાં જ વાવાઝોડું આવી ગયું. જેથી જૂનાગઢ, વંથલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રહેલા બગાયતી પાકોને નુકસાન થયું છે. વંથલીમાં કેરીની સિઝન તાલાળા કરતા મોડી હોય છે. હાલ કેળાનો પાક લૂમે ઝૂમે હોય છે, ત્યારે ભારે પવનને કારણે કેળના ઝાડ ઉખડી પણ ગયા છે. આમ વાયુ વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન બાગાયતી પાકોને થયુ છે. જો ખેડૂતો કપાસનો પાક લેશે અને વાવણીલાયક વરસાદ નહીં થાય તો કપાસનો પાક બળી જશે.

વરસાદ ખેંચાય તો આ નુકસાની જશે
 પાણીની અછતને કારણે હાલ તો બહુ ઓછા ખેડૂતોએ કપાસ અને મગફળીનો પાક લીધો છે,પણ આમ છતાં જેણે પાક લીધો હશે તેનો પાક હાલ ફેલ જશે. તેવી જ રીતે જો વરસાદ ખેંચાશે તો પાણીની તંગી ઊભી થશે અને વાવેતર મોડું થશે. ઉપરાંત અબોલ જીવો માટેના પશુના ઘાસચારાની પણ તંગી સર્જાશે. ડો.વી.પી.ચોવટિયા, સંશોધન નિયામક કૃષિ વિભાગ

અન્ય સમાચારો પણ છે...