તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદનો શખ્સ શાપરમાંથી તમંચા સાથે પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની સાથે જિલ્લામાં પણ ગુનેગારો બેરોકટોક ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યાં છે. બુધવારે જ જિલ્લા પોલીસે જેતપુરમાંથી જૂનાગઢ પંથકના શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લીધો હતો. ત્યાં વધુ એક શખ્સને તમંચા સાથે રાજકોટ રેન્જની સ્કવોડે ઝડપી લીધો છે. રાજકોટ રેન્જની સ્કવોડ ગુરુવારે શાપર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે શાપર મેઇન રોડ પર આવેલી ઝૂંપડપટ્ટી પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ઊભો હોવાની માહિતી મળી હતી. જેના આધારે બનાવ સ્થળે દોડી જઇ એક શખ્સને દબોચી લીધો હતો.

પકડાયેલા શખ્સની તલાશી લેતા તેના નેફામાંથી દેશી બનાવટ વાળી રિવોલ્વર મળી આવી હતી. પૂછપરછ કરતા તે મૂળ દાહોદનો અને હાલ રાજકોટ હુડકો ચોકડી પાસે રહેતો અરવિંદ વાઘજી મેડા હોવાનું કહ્યું હતું. રેન્જ સ્કવોડે પકડાયેલા શખ્સને હથિયાર સાથે શાપર પોલીસ હવાલે કર્યો છે.

જ્યારે અન્ય અેેક બનાવમાં શહેરની ભાગોળે કોઠારિયા ગામે પાણીના ટાંકા નજીક જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી કેતન લક્ષ્મણ પરસાડિયા, લાલજી લીંબા પરસાડિયા, પીન્ટુ લીંબા હરસોડા અને જાહીદ અશરફ ટાંક નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.15,500 કબજે કરી કાર્યવાહી કરી છે, જ્યારે આજી ડેમ ચોકડી પાસેથી ભારતીનગરનાં મયૂર ગીરધર લાઠીગરાને વિદેશીદારૂની બોટલ સાથે પોલીસે પકડી પાડ્યો હતો.

અન્ય એક બનાવમાં વાહનચોરી-ઘરફોડીના ગુનામાં અગાઉ પકડાઇ ચૂકેલા પોપટપરાના બળદેવ રાજેશ ઉર્ફે રાજુ ફતેપરા નામના શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામી વડોદરા જેલ ખાતે મોકલી અપાયો છે. પોલીસે અન્ય વિસ્તારમાં પણ જુગાર રમતા શખ્સોને ઝડપછ લેવા કવાયત શરૂ કરી છે. આગામી દિવસોમાં પણ પોલીસ કડક ઝુંબશ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...