તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્કૃતિવિદ્ : પ્રિયબાળા શાહ (1920-2011)

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજे 13 જાન્યુઆરીएएएએ ગુજરાત-ભારતના ઘણા જાણીતા સંશોધક ડોકટર પ્રિયબાળાબેન જીવણલાલ શાહનો જન્મદિવસ છે. અમદાવાદમાં જન્મેલાં પ્રિયબાળા શાહે શિક્ષણ અમદાવાદમાં જ લીધું હતું 1950માં ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ’ શીર્ષકથી પીએચડીની પદવી હાંસલ કરી હતી. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ જાણતાં પ્રિયબાળા શાહે દિ સન ઈમેજિસ શીર્ષક તળે ડી.લિટ્ટની ડિગ્રી પણ મેળવી હતી. ઉચ્ચ સંશોધન માટે તેઓએ દેશ-વિદેશમાં ગહન અધ્યયન અને ચિંતન કર્યું હતું. તેમની જ્ઞાનપિપાસાની પશંસા તો યુરોપીય વિદ્વાનોએ પણ કરી હતી. વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદની રામાનંદ કોલેજ (આજની એચ.કે. કોલેજ) અને રાજકોટની વીરબાઈ કોલેજમાં આચાર્ય રહ્યાં હતાં. પ્રિયબાળા શાહે શ્રી વિષ્ણુધર્મોત્તર, પથ્થર બોલે છે, શ્રી અને સંસ્કૃતિ, ચાંદલો-બિંદી-તિલક, ટેમ્પલસ ઓફ ગુજરાત ટ્રેડિશનલ વેર ઓફ ઇન્ડિયન વુમન, હિંદુ મૂર્તિ વિધાન, તિબેટ, જૈન મૂર્તિ વિધાન જેવા 17 થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમના સંપાદિત પુસ્તકોની સંખ્યા પણ 10 કરતા વધુ છે. સીધી, સાદી અને રસપ્રદ શૈલીમાં લખાણ એ તેમના લેખનની વિશેષતા છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો