કોવિડ-19 હોસ્પિટલ શરૂ, આઈસોલેશનમાં જ ઓપરેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ સિવિલમાં જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે તેને જિલ્લા વહીવટી તંત્રે ઈન્ફેક્શિયસ ડિસીઝ કંટ્રોલ સેન્ટર અંતર્ગત કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં ફેરવી છે જેમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરાઈ છે.

તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાના જણાવ્યા અનુસાર જો કોઇ ચેપગ્રસ્ત સગર્ભા દર્દી આવે તો આઈસોલેશનમાં જ પ્રસૂતિ અને સિઝેરિયન થઈ શકશે. ઓપરેશન માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમજ જો ડાયાલિસિસની જરૂર પડે તો તે પણ આઈસોલેશનમાં જ શક્ય બનશે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર 200 બેડની આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ છે આમ છતાં નાયબ મુખ્યમંત્રીએ જે કાઈ ઘટતું હોય તો તુરંત વ્યવસ્થા કરવા કહ્યું છે. આઈસોલેશન વોર્ડમાં દર્દીઓ માટે ટી.વી. પણ મુકાશે જેથી તેમને મનોરંજન મળતા સમય સારી રીતે પસાર થઈ શકે.

ફ્લૂ કોર્નરમાં દર્દીઓની સંખ્યા વધી

કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં ફ્લૂ કોર્નર શરૂ કરાયું છે જે 24 કલાક શરદી અને તાવના દર્દીઓ ચકાશે છે. તેમાં દરરોજની ઓપીડી 200એ પહોંચી જતા વધુ 3 રૂમ ફાળવાયા છે. એક શિફ્ટમાં 6 ડોક્ટર ફરજ બજાવે છે જ્યારે દૈનિક 4થી 5 શંકાસ્પદ કેસ તરીકે આઈસોલેશનમાં દાખલ કરાય છે.

ચેપગ્રસ્ત સગર્ભાઓની પ્રસૂતિ પણ થઈ શકશે
અન્ય સમાચારો પણ છે...