તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Corona Risk Selling 16000 Tickets A Match Between Chances Of Rain 072546

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું જોખમ, વરસાદની શક્યતા વચ્ચે મેચની 16 હજાર ટિકિટ વેચાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

{ ત્રણ ટીમ ક્વૉલિફાયરથીટૂર્નામેન્ટમાં સ્થાન મેળવશે,7 માર્ચે ફાઈનલ રમાશે

ICCએ આવતા વર્ષે ન્યૂઝીલેન્ડમાં થનારી મહિલા વન-ડે વર્લ્ડ કપનો 1 મહિનાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ વર્લ્ડ કપ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે, 7 માર્ચથી ફાઈનલ થશે. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ઉતરશે. અત્યાર સુધી ચાર ટીમ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દ.આફ્રિકાએ ક્વૉલિફાય કરી લીધું છે. ભારત-પાક. વચ્ચે છેલ્લા 1 વર્ષથી નવેમ્બરમાં થનારી સીરિઝ પર ICCએ કોઈ નિર્ણય નથી લીધો. આ સીરિઝ પછી 5મી ટીમ મુદ્દે નિર્ણય લેવાશે, 3 ટીમનો નિર્ણય જુલાઈમાં થનારી ક્વૉલિફાય મેચ પછી થશે.

રણજી ટ્રોફી | બંગાળના બોલરોને સૌરાષ્ટ્રે હંફાવ્યા, 1031 બોલમાં 425 રન કર્યા, બંગાળ 134/3 વિકેટ

સ્પોર્ટસ રિપોર્ટર|રાજકોટ

રણજી ટ્રોફીના ફાઇનલમાં ચોથી વખત પહોંચેલી સૌરાષ્ટ્ર ટીમના બેટ્સમેનોએ ટેસ્ટ સ્ટાઇલથી બેટિંગ કરી બંગાળનાં બોલરોને હંફાવી દીધા હતા. સૌરાષ્ટ્રે પહેલી ઇનિંગમાં 1031 બોલ રમી 425 રન કર્યા છે. જ્યારે પહેલી ઇનિંગનો દાવ લેવા ઉતરેલી બંગાળની ટીમે ત્રીજા દિવસની રમતનાં અંતે 3 વિકેટ ગુમાવી 134 રન કર્યા છે. રમતના અંતે સુદીપ ચેટર્જી 47 અને રિદ્ધિમાન સહા 4 રને દાવમાં છે. સૌરાષ્ટ્રના ધર્મેન્દ્ર જાડેજા, પ્રેરક માંકડ અને ચિરાગ જાનીએ 1-1 વિકેટ મેળવી છે.
સૌરાષ્ટ્રે મંગળવારે આખો દિવસ બેટિંગ કરી 8 વિકેટ ગુમાવી 384 રન કર્યા હતા અને બુધવારે સવારે 41 રન જોડી 425 રનના સ્કોરે સૌરાષ્ટ્ર ઓલઆઉટ થઇ ગયું હતું.

અર્પિત વસાવડાએ 287 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 106 રન સાથે સતત બીજા મેચમાં સદી સાથે રણજી ટ્રોફીમાં 7મી સેન્ચુરી નોંધાવી છે. જ્યારે બિમાર હોવા છતાં ચેતેશ્વર પૂજારાએ ધૈર્યભરી રમત રમી હતી અને તેણે 237 બોલમાં 66 રન કરી રણજી ટ્રોફીમાં 19મી અર્ધ શતક નોંધાવી છે.

બંને ટીમ માટે પિચ સરખી જ છે: ચીફ ક્યુરેટર

રણજી ટ્રોફીના ફાઇનલ મેચનાં પ્રથમ દિવસે બંગાળ ટીમના કોચ અને મેન્ટર અરૂણલાલે પિચ મુદ્દે ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે યજમાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ચીફ ક્યુરેટર મહેન્દ્ર રાજદેવ પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે, બંને ટીમ માટે પિચ સરખી છે. અરૂણલાલના સ્ટેટમેન્ટથી નવાઇ લાગે છે. કોચ તરીકે આવું સ્ટેટમેન્ટ આપે તે સારું ન કહેવાય. બીસીસીઆઇના ન્યૂટલ ચીફ ક્યુરેટરના માર્ગદર્શન હેઠળ જ પિચ તૈયાર કરવામાં આવી છે. પહેલા દિવસે બંગાળનો હાથ ઉપર રહ્યો હતો. તેમના બોલરોને એકસ્ટ્રા બાઉન્સ જોઇતો હતો. તે નહીં મળતા આવી ખોટી ફરિયાદ કરવી યોગ્ય ન ગણાય.


અમ્પાયર શમસુદ્દીન ઇન્જર્ડ થયા

રણજી ટ્રોફીના ફાઇનલ મેચના પહેલા જ દિવસે અનુભવી અમ્પાયર શમસુદ્દીનને ઇજા થઇ હતી. બીજા દિવસે તેઓ મેદાનમાં ઉતરી નહીં શકતા તેમના સ્થાને લોકલ અમ્પાયર પીયૂષ ખખ્ખરને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે લેગ અમ્પાયર તરીકે બીજા દિવસે ભૂમિકા ભજવી હતી. ઇજાગ્રસ્ત શમસુદ્દીનને તબીબે આરામની સલાહ આપતા બીસીસીઆઇએ ફાઇનલ મેચ માટે યશવંત બોરડેને રાજકોટ મોકલ્યા છે.

ચેમ્પિયન્સ લીગ : એટલાન્ટા ક્વાર્ટરમાં, 7 વર્ષ પછી કોઈ ખેલાડીએ 4 ગોલ કર્યા

એજન્સી | મેડ્રિડ

ઈટાલિયન ક્લબ એટલાન્ટાએ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે રાઉન્ડ-16ના બીજા લેગમાં સ્પેનિસ ક્લબ વેલેન્સિયાને 4-3થી પરાજય આપ્યો. પ્રથમ લેગ ટીમે 4-1થી જીત્યો હતો. આ રીતે ટીમ ઓવરઓલ 8-4થી જીતી. મેચમાં જોસિપ ઈલિસિચે ચાર ગોલ કર્યા. 7 વર્ષ પછી કોઈ ખેલાડીએ નોકઆઉટ રાઉન્ડની મેચમાં ચાર ગોલ કર્યા. તે આવું કરનાર ફક્ત ચોથો ખેલાડી છે. અગાઉ લિયોનલ મેસ્સી, મારિયો ગોમેજ અને રોબર્ટ લેવાનડોવસ્કી આવું કરી ચૂક્યા છે. એક અન્ય રાઉન્ડ-16ની મેચમાં આરબી લિપજિગે ટોટેનહમને 3-0થી હરાવી અંતિમ-8માં સ્થાન મેળવ્યું. ત્રીજી મિનિટમાં જોસિપે પેનલ્ટી પર ગોલ કરી ટીમને 1-0ની લીડ અપાવી. તે પછી મેજબાન વેલેન્સિયાએ વાપસી કરી. 21મી મિનિટમાં કેવિન ગેમિરોએ ગોલ કરી સ્કોર 1-1થી સરભર કર્યો. 43મી મિનિટમાં પેનલ્ટી પર ફરી જોસિપે ગોલ કરી એટલાન્ટાને લીડ અપાવી. 51મી મિનિટમાં ગેમિરો અને 67મી મિનિટમાં ટોરેસે ગોલ કરી વેલેન્સિયાને 3-2થી આગળ કરી. તે પછી જોપે 71મી અને 82મી મિનિટમાં ગોલ કરી ટીમને 4-3થી અજેય લીડ અપાવી.

બોલરોએ પવનનો લાભ લીધો, અમે શોર્ટ બોલના ખરાબ ખેલાડી નથી : રહાણે

મુંબઈ | ટેસ્ટ ટીમના ઉપસુકાની અજિંક્યા રહાણેએ કહ્યું કે અમે ન્યૂઝીલેન્ડમાં શોર્ટ બોલ પર ખરાબ શોર્ટ રમવાને કારણે હાર્યા નથી. ન્યૂઝીલેન્ડના બોલરોએ પવનનો સારો ઉપયોગ કર્યો. ટીમ ન્યૂઝીલેન્ડમાં બંને ટેસ્ટ હારી હતી. રહાણેએ કહ્યું કે મેલબોર્નમાં અમે સારી રમત બતાવી. અમે શોર્ટ બોલ પણ રમ્યા. એક ખરાબ મેચથી તમે કોઈ પરિણામે ન પહોંચી શકો.

બોક્સિંગ: મનીષે 9મો ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો, ઓલિમ્પિકનો બેસ્ટ

ભાસ્કર ન્યૂઝ | અમ્માન

બોક્સર મનીષ કૌશિકે ભારતને 9મો ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો. આ ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. 2012માં ભારતના 8 ખેલાડી ક્વોલિફાય થયા હતા. એશિયન ક્વોલિફાયરની 63 કિ.ગ્રા. વેટ કેટેગરીના બોક્સ ઓફના મુકાબલામાં મનીષે કોમનવેલ્થ ચેમ્પિયન અને નં-2 ઓસ્ટ્રેલિયાના હેરિસન ગારસાઇડને 4-1થી હરાવ્યો. આ વેટ કેટેગરીમાં 6 ખેલાડીને ઓલિમ્પિક ક્વોટા મળ્યો. આ અગાઉ મહિલા કેટેગરીમાં મેરીકોમ (51), સિમરનજીત (60), લવલીના (69) અને પૂજા રાની (75) જ્યારે પુરુષ કેટેગરીમાં અમિત પંઘાલ (52), વિકાસ કૃષ્ણન (69), આશીષ કુમાર (75) અને સતીશ કુમારે (+91) ક્વોટા મેળવતો. આંખ પર ઇજાના કારણે વિકાસ ફાઇનલમાંથી ખસી ગયો અને તેણે સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. મનીષ અને હેરિસન વચ્ચે ઘણો સંઘર્ષ થયો. હેરિસનના ચહેરા પરથી લોહી નીકળતું હતું. 2018માં કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં તેણે મનીષને હરાવ્યો હતો. સચિને કહ્યું કે મારું ઓલિમ્પિક રમવાનું સપનું સાકાર થઇ ગયું.

ભારત બે ઓલરાઉન્ડર સાથે ઉતરી શકે છે

{ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ભારત બે મેચ 290 રન કરવા છતાં હાર્યું. તેથી પહેલી મેચમાં ટીમમાં બે ઓલરાઉન્ડર- જાડેજા અને હાર્દિક પંડ્યા રમી શકે છે. તદુપરાંત, ભુવનેશ્વર, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ અને બુમરાહ બોલિંગ સંભાળશે. મનીષ પાન્ડેએ ફરી બહાર બેસવું પડશે.

બોલ પર થૂંક લગાવવી કે નહીં તેનો નિર્ણય ડૉક્ટરની સલાહ પછી: ભુવી

કોરોના વાઇરસના ખતરા વચ્ચે ભુવનેશ્વરે કહ્યું કે મેચ દરમિયાન બોલ ચમકાવવા અમે લાળનો ઉપયોગ કરીએ કે નહીં તે અંગે ટીમ ડૉક્ટરની સલાહ પછી જ નિર્ણય લઇશું. બીજી તરફ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીકોકે કહ્યું કે તમામ ખેલાડીઓ સ્વસ્થ છે. અમે અગાઉની જેમ જ બોલ ચમકાવીશું.

પંડ્યા પર નજર રહેશે, છેલ્લી શ્રેણી દક્ષિણ આફ્રિકા જીત્યું હતું

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં વનડે શ્રેણી 0-3થી હારી હતી. હાર્દિક પંડ્યા બેક લોઅર ઇન્જરીના કારણે વર્લ્ડકપ બાદ પહેલી વાર કોઇ વનડે મેચ રમશે. શિખર ધવનની પણ ટીમમાં વાપસી થઇ છે. પેસર ભુવનેશ્વર કુમાર પણ આ શ્રેણીથી વાપસી કરી રહ્યો છે. આ વર્ષે ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ટી20 પર વધુ ધ્યાન આપી રહી છે. બન્ને વચ્ચેની છેલ્લી 10 વનડેની વાત કરીએ તો ભારત 8 જ્યારે દક્ષિણ આફ્રિકા 2 મેચ જીત્યું છે. છેલ્લે ભારતપ્રવાસ પર દક્ષિણ આફ્રિકાએ આપણને શ્રેણીમાં 2-3થી હરાવ્યા હતા.

અલગ રમતોની દુનિયા

13

ધર્મશાલામાં વરસાદની શક્યતા, મેચ રમાશે તો ભારતને એડવાન્ટેજ

¾, રાજકોટ, ગુરુવાર, 12 માર્ચ, 2020

હાર્દિક પંડ્યા પાસે પોતાને સાબિત કરવાની શ્રેષ્ઠ તક : ગાવસ્કર

લિટન દાસ

ઓલિમ્પિકમાં 13 વેટ કેટેગરી સામેલ કરાઇ છે

2020 ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષ વર્ગમાં 8 જ્યારે મહિલા વર્ગમાં 5 કેટેગરી સામેલ કરાઇ છે. ભારતને 9 કેટેગરીમાં સ્થાન મળી ચૂક્યું છે. મહિલા કેટેગરીમાં 57 કિ.ગ્રા. જ્યારે પુરુષ કેટેગરીમાં 57, 81 અને 91 કિ.ગ્રા.ના ક્વોટા બાકી છે. હવે મેમાં વર્લ્ડ ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં આપણા ખેલાડીઓ ઉતરશે.

જ્હોનિસબર્ગ | ભારતીય જાવેલિન થ્રો ખેલાડી શિવપાલ સિંહે ઓલિમ્પિક ક્વોટા મેળવી લીધો છે. તે ક્વોટા મેળવનાર બીજો જાવેલિન ખેલાડી છે. નીરજ પહેલાથી જ ક્વોટા મેળવી ચૂક્યો છે. શિવપાલે દ.આફ્રિકામાં આયોજિત ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં 85.47 મીટર થ્રો સાથે ગોલ્ડ જીત્યો. 85 મીટર ક્વોલિફિકેશન માર્ક હતું. જોકે તે પોતાનું પર્સનલ બેસ્ટ ના કરી શક્યો.

મલાને સદી ફટકારીને ટીમમાં સ્થાન મેળવ્યું

{ મલાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડેમાં સદી ફટકારી ટીમને જીત અપાવી હતી. તે પછી તેને દક્ષિણ આફ્રિકાની ટીમમાં 16મા ખેલાડી તરીકે સામેલ કરાયો. પછી સ્મટ્સે પણ તેના દેખાવથી ધ્યાન ખેંચ્યું. કેપ્ટન ડીકોક, ડૂ પ્લેસિસ અને ક્લાસેન ટીમના મુખ્ય ખેલાડી છે.

ઢાકા | બાંગ્લાદેશે બીજી ટી-20માં ઝિમ્બાબ્વેને 9 વિકેટે પરાજય આપ્યો. તેની સાથે ટીમે બે મેચની શ્રેણી 2-0થી જીતી. ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતાં 7 વિકેટે 119 રન બનાવ્યા હતા. બ્રેન્ડન ટેલરે અણનમ 59 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશે 15.5 ઓવરમાં એક વિકેટે લક્ષ્ય પ્રાપ્ત કર્યુ. લિટન દાસ 60 અને સૌમ્ય સરકાર 20 રને અણનમ રહ્યા હતા.

બુમરાહ-ભુવનેશ્વરે 31 મેચમાં જીત અપાવી છે

{ ભુવનેશ્વર અને બુમરાહ અત્યાર સુધીમાં 41 વનડેમાં સાથે રમી ચૂક્યા છે, જેમાંથી 31માં ભારત જીત્યું છે. તેથી આ જોડી ફરી એક વાર આપણા માટે મહત્ત્વની સાબિત થઇ શકે છે. ચહલે દક્ષિણ આફ્રિકા સામે 7 મેચમાં 20 વિકેટ લીધી છે, જે તેનો સૌથી સારો દેખાવ છે.

બ્યૂનસ આયર્સ | લિયોનલ મેસ્સીને વર્લ્ડ કપ ક્વોલિફાયરની મેચ માટે આર્જેન્ટિનાની ટીમમાં સ્થાન મળ્યું છે. 23 સભ્યોની ટીમમાં મેસ્સી ઉપરાંત સર્જિયો એગુએરો અને ડાયાબાલા પણ સામેલ છે. ટીમ 26 માર્ચે ઈક્વાડોર અને 31 માર્ચે બોલિવિયા સામે રમશે. બેનને કારણે મેસ્સી પ્રથમ મેચ નહીં રમે. ઈટાલીમાં રમતા ખેલાડીઓને કોરોના વાઈરસને લીધે પાછા બોલાવી લેવાયા છે.

{ સ્ટેડિયમની દર્શકક્ષમતા 22 હજાર છે, છેલ્લી 10માંથી 8 મેચ ભારત જીત્યું છે

એજન્સી | ધર્મશાલા

ભારત-દ.આફ્રિકા વચ્ચે પહેલી વનડે ગુરુવારે ધર્મશાલામાં રમાશે. કોરોનાના જોખમ અને વરસાદની શક્યતા વચ્ચે અત્યાર સુધીમાં મેચની 16 હજાર ટિકિટ વેચાઇ ચૂકી છે. સ્ટેડિયમની દર્શકક્ષમતા 22 હજાર છે. જોકે, વેચાયેલી ટિકિટોમાં ઓનલાઇન ટિકિટના આંકડા સામેલ નથી. હિમાચલ ક્રિકેટ એસોસિયેશનના એક હોદ્દેદારે જણાવ્યું કે, અમે અંદાજે 16 હજાર ટિકિટો વેચી છે. અહીં ઇન્ટરનેશનલ મેચની ટિકિટની ડિમાન્ડ રહે છે પણ કોરોના વાઇરસના કારણે આ વખતે ડિમાન્ડ થોડી ઓછી છે. વિદેશોમાંથી અંદાજે 1 હજાર ક્રિકેટપ્રેમીઓ કોરોના વાઇરસના કારણે નથી આવ્યા. પંજાબ, હરિયાણા અને દિલ્હીથી પણ ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં આવે છે પણ આ વખતે તેમની સંખ્યા પણ ઘટી છે. દ.આફ્રિકાથી કોઇ પત્રકાર પણ નથી આવ્યા. આયોજકોએ કોરોના વાઇરસને લઇને સ્ટેડિયમની અંદર અને બહાર હોર્ડિંગ્સ લગાવ્યા છે. મેચમાં વરસાદનું વિઘ્ન નડવાની પણ શક્યતા છે. ગત સપ્ટેમ્બરમાં અહીં વરસાદના કારણે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી20 મેચમાં એક બોલ પણ ફેંકાયો નહોતો. બીસીસીઆઇની મેડિકલ ટીમે કોરોના અંગે માર્ગદર્શિકા જારી કરી છે. તે મુજબ ખેલાડીઓ માટે રેસ્ટોરન્ટમાં જમવા, ફેન્સ સાથે હાથ મિલાવવા અને ફોનથી સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે.

લુસાને | ભારતીય ચેસ ખેલાડી દ્રોણાવલ્લી હરિકાનો ફીડે મહિલા ગ્રાંપ્રી ટુર્નામેન્ટમાં 8માં રાઉન્ડમાં પરાજય થયો. બુલ્ગારિયાની એન્ટોએનિટા સ્ટીફાનોવાએ હરિકાને પરાજય આપ્યો. હરિકા 3.5 પોઇન્ટ સાથે 7મા ક્રમે પહોંચી છે. 9મા રાઉન્ડમાં હરિકા રશિયાની એલિના કાસલિન્સકાયા સામે રમશે. એલિનાને 8મા રાઉન્ડમાં વર્લ્ડ ચેમ્પિયન ચીનની જૂ વિનજૂનથી હારીને બીજા ક્રમે પહોંચી છે.

26 કરોડ રૂ.ની પ્રાઈઝ મની, ગત વખતથી 11 કરોડ વધુ

ટુર્નામેન્ટમાં કુલ 26 કરોડની પ્રાઈઝ મની અપાશે જે 2017ની તુલનાએ 11 કરોડ વધુ છે. આઈસીસીના સીઈઓ મનુ સાહનીએ કહ્યું કે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા અમે પ્રતિબદ્ધ છીએ એટલા માટે જ અમે પ્રાઈઝ મની વધારવાનો નિર્ણય કર્યો છે.

6 મેદાન પર 31 મેચ રમાશે, 7 મેચ હેમિલ્ટનમાં

30 દિવસમાં કુલ 31 મેચ રમાશે. આ ઓકલેન્ડ, હેમિલ્ટન, તારુંગા, વેલિંગ્ટન, ક્રાઈસ્ટચર્ચ અને ડુનેડિન મેદાનમાં રમાશે. સૌથી વધુ 7 મેચ હેમિલ્ટનમાં રમાશે. જ્યારે સૌથી ઓછી બે મેચ ઓકલેન્ડમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ પહેલી મેચમાં 7 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ છ વખત ખિતાબ જીત્યો

અત્યાર સુધી 11 વખત વર્લ્ડ કપ રમાયો છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ છ વખત અને ઈંગ્લેન્ડે ચાર વખત ખિતાબ જીત્યો છે. ન્યૂઝીલેન્ડ પણ એકવાર ચેમ્પિયન બન્યું. ભારત બે વખત 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચ્યું પણ બંને વખત હારી ગયું. ગત દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારતીય ટીમ હારી ગઈ હતી.

ટી-20 સેમિફાઈનલમાં રિઝર્વ ડે નહોતો

ગત દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપનું આયોજન થયું હતું. 5 માર્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ વરસાદને કારણે પૂરી ન થઇ શકી. ટેબલમાં ટોપ પર રહેવાને કારણે ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી. તે પછી અનેક નિષ્ણાતોએ આઇસીસીની ટીકા કરતાં કહ્યું હતું કે સેમિફાઈનલ માટે રિઝર્વ ડેની જરૂર હતી. વન-ડે વર્લ્ડ કપની નોકઆઉટ એટલે કે સેમિફાઇનલ અને ફાઈનલ બંને માટે રિઝર્વ ડે રખાયા છે. ગત વર્ષે પુરુષ વન-ડે વર્લ્ડકપની સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રખાયા હતા.

ક્રિકેટ : બાંગ્લાદેશે ટી-20માં ઝિમ્બાબ્વેને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-0થી જીતી

એથ્લેટિક્સ :જાવેલિન ખેલાડી શિવપાલે 85.47 મી.નો થ્રો કર્યો, ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો

ફૂટબોલ : મેસ્સી વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે આર્જેન્ટિનાની ટીમમાં, 26મીએ પ્રથમ મેચ

ચેસ : હરિકાને સ્ટીફાનોવાએ હરાવી, આઠ રાઉન્ડ પછી સાતમા ક્રમે પહોંચી

એશિયન ક્વોલિફાયર: મનીષે હેરિસનને હરાવ્યો

વનડે સીરિઝ }ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી મેચ આજે ધર્મશાલામાં

બધી ટીમ 7 લીગ મેચ રમશે, ટોપ-4 ટીમ સેમિફાઈનલમાંવર્લ્ડ કપ રમનાર 8 ટીમ લીગ રાઉન્ડમાં એકબીજા સામે રમશે એટલે કે દરેક ટીમ 7 લીગ મુકાબલા રમશે. ટોપ-5 ટીમ સેમિફાઈનલમાં જશે. પ્રથમ સેમિફાઈનલ 3 માર્ચે અને બીજી 4 માર્ચે રમાશે. ફાઇનલ 7 માર્ચે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

સીરિઝ પર બીસીસીઆઈ નિર્ણય નથી કરી શક્યું

આઈસીસીએ 2017થી મહિલા ચેમ્પિયનશિપની શરૂઆત કરી. તેમાં 8 ટીમને સ્થાન મળ્યું હતું. બધી ટીમોને 3 મેચની 7 સીરિઝ રમવાની હતી. તે પછી ટોપ-4 ટીમ અને યજમાન ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપની ટિકિટ મળવાની હતી. ટોપ-3 ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દ.આફ્રિકા અને યજમાન ક્વોલિફાઈ કરી ચૂક્યા છે. ભારત અને પાકિસ્તાન સીરિઝનું આયોજન બીસીસીઆઈ નહીં કરે તો પાક.ને છ પોઇન્ટ મળી જશે અને તે ક્વોલિફાઈ કરી જશે. તે પછી ભારતે ક્વોલિફાયર રમવું પડશે. ચેમ્પિયનશિપમાં ભારત 20 પોઇન્ટ સાથે ચોથા અને પાક. 16 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.

ચાર ટીમ ક્વૉલિફાય કરી ચૂકી છે, ભારત કે પાકિસ્તાન સીરિઝ પછી 5મી ટીમ મુદ્દે નિર્ણય

ક્રિકેટ }વન-ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર, ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલ માટે રિઝર્વ ડે નહોતો રખાયો

મહિલા વર્લ્ડ કપ: આવતા વર્ષે 6 ફેબ્રુઆરીથી શરૂ, 8 ટીમ વચ્ચે 31 મેચ, સેમિફાઈનલ-ફાઈનલ માટે રિઝર્વ ડે પણ રખાયા

ગૌતમ ગંભીરની કલમે...

આપણે છેલ્લે મળ્યા તે પછી ઘણું બધું બની ગયું. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ શ્રેણી હારી, મહિલા ટીમ ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી, મારા ફ્રેન્ડ વસીમ જાફરે નિવૃત્તિ લીધી અને વિશ્વ પર કોરોના વાઇરસનો પડકાર સર્જાયો. ભારત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 3 મેચની વનડે શ્રેણી રમવા જઇ રહ્યું છે ત્યારે હું ક્રિકેટના બિગર પિક્ચર પર ધ્યાન આપી રહ્યો છું. આજે પ્રથમ વનડે જ્યાં રમાવાની છે તે ધરમશાલામાં વરસાદની થોડી શક્યતા છે પણ મેચ રમાશે તો ભારતને થોડો એડવાન્ટેજ હશે.

શિખરની વાપસી સાથે ડ્રેસિંગ રૂમમાં કોન્ફિડન્સ હશે. ફોરમેટ અને કન્ડિશન્સ પૃથ્વીને પણ મદદરૂપ થશે. તે સાવ જુદો જ બેટ્સમેન જોવા મળે તો નવાઇ નહીં. હું ખાસ તો હાર્દિક પંડ્યાની રમત જોવા આતુર છું. ફાસ્ટ બોલિંગ ઓલ-રાઉન્ડર કોઇ પણ ફોરમેટમાં સોનાની ખાણ સમાન હોય છે. હું ભારતીય મહિલા ટીમને પણ અભિનંદન પાઠવવા માગું છું. તે ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ભલે હારી પણ તેણે સૌના, ખાસ કરીને માર્કેટર્સ અને બ્રોડકાસ્ટર્સના દિલ જીત્યા છે. જાફરને પણ ખૂબ ખૂબ અભિનંદન. તે ક્રિકેટની રમતનો એક ખૂબ સારો દૂત હતો.

(ગેમપ્લાન)

દ.આફ્રિકાની ટીમ નવા સુકાની ક્વિન્ટન ડી કોકના નેતૃત્વમાં ત્રણ વન-ડે મેચની શ્રેણી રમવા ભારત આવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાને 3 મેચની શ્રેણીમાં ક્લિન સ્વિપ કર્યા પછી તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. પણ ડી કોક પ્રથમ બે મેચમાં રન ન બનાવી શક્યો અને મિચેલ સ્ટાર્કે તેને આઉટ કરી દીધો. જોકે સ્ટાર્ક ત્રીજી વન-ડે પહેલાં જ પત્ની એલિસા હિલીની આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ જોવા ગયો તો ડી કોક ફરી ફોર્મમાં પાછો ફર્યો. ડુપ્લેસિસે પણ વાપસી કરી છે અને આશા છે કે બ્રેક પછી તે ફ્રેશ અનુભવતો હશે અને ભારત સામે સારા ફોર્મમાં રમશે. રબાડાની બોલિંગ થોડીક નબળી થઈ છે પણ ટેસ્ટ શ્રેણી નહીં રમનારા એનગિડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી હતી. ભારત માટે રોહિત શર્મા ટીમમાં નથી જે એક મોટો આંચકો છે. શિખર ધવને વાપસી કરી છે અને રાહુલ જેવા ફોર્મમાં છે તેેને જોતાં ભારત માટે મોટી ચિંતાની વાત નથી. જોકે ન્યૂઝીલેન્ડમાં રન ન બનાવનાર કોહલી અહીં તેની ભરપાઈ કરવા માગશે. એ જોવાનું રહેશે કે હાર્દિક પંડ્યા કેવી રીતે વાપસી કરે છે. તે સપ્ટેમ્બરથી મેદાનથી બહાર છે. આ શ્રેણી મહત્ત્વપૂર્ણ બની રહેશે. તેણે બતાવવું પડશે કે તે સંપૂર્ણપણે ફિટ છે. આ સારી વાત છે કે આ શ્રેણી પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જેવી જ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો