તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત બીજા દિવસે વરસાદી મહેર રહી હતી અને અડધાથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સતત બીજા દિવસે વરસાદી મહેર રહી હતી અને અડધાથી અઢી ઇંચ પાણી વરસી ગયું હતું. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદમાં પણ બે ઇંચ સુધી પાણી પડ્યાના અહેવાલ છે, અને ભાવનગર તેમજ જામનગરમાં હળવા ભારે ઝાપટાં જ પડ્યા હતા.

વાયુના પગલે ઉભી થયેલી સિસ્ટમના લીધે સોરઠ પંથક પર સારી એવી મેઘ મહેર થઇ છે અને માંગરોળમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદમાં પણ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જામનગરના જામજોધપુરમાં અડધો ઇંચ પાણી પડ્યા સિવાય પંથકના અન્ય શહેરોમાં માત્ર ઝાપટાં જ વરસ્યા હતા. મોરબીના હળવદમાં અડધો ઇંચ વરસી ગયો હતો, જ્યારે રાજકોટ જિલ્લામાં છાંટા સિવાય કોઇ અાશ વરસી ન હતી.

અન્ય સમાચારો પણ છે...