તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Connecting The Sabarmati Yamuna River Will Change The Destiny Drgaleel 032545

સાબરમતી-યમુના નદીને જોડવાથી ભાગ્ય બદલાશે : ડો.ગોયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં પરમાણુ ઊર્જા વિશે જાગૃતિ ફેલાવીને એટોમિક પાવર રિએક્ટર શરૂ કરવા મથતા અને પરમાણુ સહેલીના નામથી જાણીતા ડો. નિલમ ગોયલ રાજકોટમાં જાગૃતિ ફેલાવવા આવ્યા છે. પરમાણુ ઊર્જાથી ઘણા ફાયદા છે તેની ચર્ચા દરમિયાન નદીઓ વિશે પણ તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ રાજસ્થાનના વતની છે અને ત્યાં વરસાદની તંગીથી વધી રહેલા રણવિસ્તારથી રાજ્યની હાલત સાવ કથળી રહી છે. આ માટે તેમણે જણાવ્યું હતું કે આપણો ભારત એક પરિવાર છે અને પરિવારનો એક સભ્યો નબળો હોય છે. રાજસ્થાની હાલત એ નબળા સભ્ય જેવી છે જેને સૌના સાથથી આગળ વધારી શકાય છે. વર્ષોથી સાબરમતી અને યમુના યોજનાની યોજના ટલ્લે ચડી છે. આ યોજનાને કારણે રાજસ્થાનમાં પાણી પહોંચતું થશે. માત્ર રાજસ્થાનને જ નહીં પણ યોજનાને કારણે કચ્છ જિલ્લાના રણપ્રદેશમાં પણ ખેતી શરૂ થશે અને એક સાથે બે રાજ્યોના ભાગ્ય બદલાઈ જશે.

ડો. નિલમ ગોયલ

યોજનાઓનો વિરોધ ઉકેલ નથી, તેને અપનાવવી જોઇએ
સરકાર અનેક યોજનાઓ બનાવે છે જે તમામ અભ્યાસ સાથે આવી હોય છે પણ રાજકીય ખેંચતાણમાં યોજનાઓના વિરોધ થાય છે અને ટલ્લે ચડી જાય છે. રાજકીય ખેંચતાણમાંથી દેશને બહાર કાઢવાનો એક જ રસ્તો છે કે લોકો સ્વયં આગળ આવે અને કોઇ યોજના જે તેમના પ્રદેશ કે રાજ્યને લાભદાયી છે તો તેના વિરોધને બદલે તેમનો ટેકો આપવા માટે આગળ આવે. કલ્પસર યોજના, યમુના-સાબરમતી, પરમાણુ રિએક્ટર આવી ઘણી યોજનાઓ દેશનું ભાગ્ય બદલી શકશે. ડો. નિલમ ગોયલ

કુલ થોરિયમનો 85 ટકા જથ્થો ભારત પાસે છે

પરમાણુ મેળવવાનો મુખ્ય સ્ત્રોત યુરેનિયમ છે. જેના રિએક્શનથી પરમણુ છૂટા પડે અને ગરમી ઉત્પન્ન થાય છે પણ આ પ્રક્રિયામાં 90 ટકાથી વધુ યુરેનિયમનો જથ્થો પ્લુટોનિયમમાં રૂપાંતરિત થઇ કચરાના રૂપમાં બેકાર બની જાય છે. આ પ્લુટોનિયમને વધુ એક ખનીજ થોરિયમ સાથે પ્રોસેસ થવાથી ફરીથી યુરેનિયમ મેળવી શકાય છે. વિશ્વમાં થોરિયમના કુલ જથ્થાનો 85 ટકા ભારતના પેટાળમાં ધરબાયેલો છે એટલે પરમાણુ ઊર્જા માટે ભારત સૌથી સક્ષમ દેશ બની શકે છે. ઊર્જા સસ્તી અને પૂરતી મળશે તો તમામ ઉદ્યોગ ધંધા અને વેપારને ફાયદો થશે, રોજગાર વધશે તેમજ પ્રદૂષણવિહિન ઊર્જા તરફ દેશ આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...