તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાઇન ફ્લૂ ફેલાય તેવા કાર્યક્રમો બંધ કરવા કોંગ્રેસની માંગણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

તાજેતરમાં સ્કૂલમાં શરદી, ઉધરસના કેસો દેખાય તેવા બાળકોને અલગ બેસાડવા અને આરોગ્યલક્ષી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ખુદ મનપા વાલી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી ભીડ એકત્ર કરવામાં આવી રહી છે અને મનપાના પદાધિકારીઓ સરકારની વાહવાહી કરવા આવા કાર્યક્રમોનું આયોજન કરે છે તે બંધ કરવા કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કમિશનરને રજૂઆત કરી છે.

વોર્ડ નં.13ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કમિશનર બંછાનીધિ પાનીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સ્વાઇન ફ્લૂના કેસો જેવી રીતે રાજકોટમાં વધી રહ્યા છે તેમાં આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ રહ્યો છે. તાજેતરમાં મનપા સંચાલિત સ્કૂલો માટે એક એડ્વાઇઝરી બહાર પાડી હતી તેમાં શરદી ઉધરસના કેસ દેખાય તેવા બાળકોને અલગ બેસાડવા સૂચના આપી હતી, ત્યારે વાલી જાગૃતિ કાર્યક્રમના નામે ભીડ એકત્ર કરવામાં આવી રહી છે. શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં.69માં 26 ફેબ્રુઆરીએ વાલી જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લૂનો કહેર શહેર ઉપર છે ત્યારે આવી ભીડ એકત્ર થાય તેવા કાર્યક્રમો ન કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો