તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rajkot News Compounder Caught Practicing Doctor Three Time Failing Student At Mbbs Selling Beer Under The Guise Of Swiggy 072543

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમ્પાઉન્ડર ડોક્ટર બની પ્રેક્ટિસ કરતા પકડાયો, MBBSમાં ત્રણવાર ફેઈલ વિદ્યાર્થી સ્વીગીની આડમાં બિયર વેચતો’તો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ પોલીસે ધોરણ-12 પાસ શખ્સને મેડિકલ પ્રેક્ટિસ કરતા અને એમબીબીએસમાં એકથી વધુ વખત નાપાસ થનાર વિદ્યાર્થીને સ્વીગીની આડમાં બિયરનું વેચાણ કરતા ઝડપી લીધા હતા. રૂપિયા કમાવવા માટે શોર્ટકટ રસ્તો અપનાવતા કુલ પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. બે ઘટનાઓમાં સૌથી મોટી અને આશ્ચર્યની વાત એ છે કે, મેડિકલ લાઈન સાથે સંકળાયેલા અને તેના જાણકાર વ્યક્તિઓ દારૂ વેચવા લાગ્યા છે અને માત્ર કમ્પાઉન્ડરની પ્રેક્ટિસ કરી ક્લિનિક ખોલ્યા બાદ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. શહેરમાં વધુ એક દૂષણ ઘર કરવા લાગ્યું છે. ઓનલાઈન ફૂડ સપ્લાય કરતી કંપનીઓની આડમાં રાજકોટમાં પણ હવે દારૂ અને બિયર ઘરે બેઠાં મળવા લાગ્યા છે જે ચિંતાનો વિષય છે.

સારો પગાર ન મળતા ઊંટવૈદું શરૂ કર્યું
ક્રાઇમ રિપોર્ટર | રાજકોટ

ડિગ્રી ન હોવા છતાં તેમજ ડોકટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી ચૂકેલા શખ્સો ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબો અગાઉ ઘણા પકડાઇ ચૂકયા છે ત્યારે રાજકોટ તાલુકાના વધુ એક ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ નોકરીમાં સારો પગાર નહીં મળવાથી ગામડામાં ક્લિનિક ખોલીને બેઠેલા નકલી ડોકટરને ઝડપી લીધો છે.

કુવાડવા તાબેના બેડલા ગામના બસ સ્ટેન્ડ પાસે ડિગ્રી વગરના શખ્સે ક્લિનિક ખોલી હોવાની સ્પે.ઓપરેશન ગ્રૂપના હેડ કોન્સ. મોહિતસિંહ જાડેજાને માહિતી મળી હતી. જેના આધારે પીઆઇ આર.વાય.રાવલ સહિતના સ્ટાફે બેડલા ગામના બસ સ્ટેન્ડ પાસે હિતેષ જનરલ સ્ટોરની બાજુમાં ચાલતા ક્લિનિકની તપાસ કરી હતી. તપાસમાં માહિતી સાચી હોવાની જાણ થતા દરોડો પાડયો હતો. અચાનક પોલીસના પ્રવેશથી ક્લિનિકમાં બેઠેલા તબીબને પરસેવો વળી ગયો હતો. પૂછપરછ કરતા તબીબ તરીકે બેઠેલો શખ્સ બેડલા ગામનો જ કિરીટ વેલજીભાઇ સતાણી હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે તબીબ હોવાના દસ્તાવેજો માંગતા તે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો. અંતે પોલીસની આકરી પૂછપરછમાં તેને ધો.12 સુધી અભ્યાસ કર્યો હોવાનું અને ત્યાર બાદ નર્સિંગનો અભ્યાસ કર્યો હોવાની કબૂલાત આપી હતી. વિશેષ પૂછપરછમાં નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ નોકરીમાં સારું વળતર મળતું ન હોવાથી ગામમાં જ ક્લિનિક ખોલી લોકોને દવાઓ આપતો હોવાની કેફિયત આપી હતી. નકલી ડોકટર બની ક્લિનિક શરૂ કરી દેનાર કિરીટ સતાણી સામે મેડિકલ પ્રેક્ટિશનર એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે ક્લિનિકમાંથી દવાઓ તેમજ ઇન્જેક્શનનો જથ્થો કબજે કર્યો છે. રાજકોટ આસપાસના સરધાર, ત્રંબા, કુવાડવા અને શાપર-વેરાવળમાં હજુ કેટલાક શખ્સો ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની માહિતી મળતા આ દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

કિરીટ સતાણી

દવા સહિતની સામગ્રી જપ્ત
નકલી ડોક્ટરની ક્લિનિકમાંથી દવાનો જથ્થો મળ્યો

મેડિકલનો વિદ્યાર્થી દારૂના કારોબારમાં
ક્રાઇમ રિપોર્ટર | રાજકોટ

શહેરમાં ઘર બેઠા ફૂડ ડિલિવરી કરતી ઝોમેટો અને સ્વીગીની આડમાં ડિલિવરી બોય દારૂ-બિયરનું વેચાણ કરતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં અભ્યાસ સહિતનો ખર્ચ પૂરો કરવા એમબીબીએસના વિદ્યાર્થીએ સ્વીગીના બે ડિલિવરી બોય સાથે શરૂ કરેલા બિયરની ડિલિવરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બિયર સપ્લાય કરનારને પણ ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

નાના મવા મેઇન રોડ પર ભીમનગર પાસેથી એક વાહનમાં ત્રણ શખ્સ સ્વીગીની આડમાં દારૂ-બિયરની ડિલિવરી કરવા નીકળવાના હોવાની તાલુકા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ભીમનગર પાસેથી ભીમનગરમાં જ રહેતા અજય ગૌરવભાઇ પરમાર, મુંજકામાં રહેતા રાહુલ બાબુભાઇ પરમાર અને મેડિકલ બોયઝ હોસ્ટેલમાં રહેતા વિમલ શામજીભાઇ મહીડાને એક જ વાહનમાં જતા પકડી પાડયા હતા. જ્યારે ત્રણ પૈકી એક પાસે રહેલા સ્વીગીના બેગની તલાશી લેતા અંદરથી બિયરના 12 ટીન મળી આવતા ત્રણેયની અટકાયત કરી હતી.

પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા અજય અને રાહુલ સ્વીગીમાં ડિલિવરીબોય તરીકે નોકરી કરે છે. જ્યારે મૂળ ગોધરાના લીલેસરા ગામનો વિમલ રાજકોટની ગવર્મેન્ટ મેડિકલ બોયઝ હોસ્ટેલમાં રહી એમબીબીએસનો અભ્યાસ કરે છે. વિમલની વિશેષ પૂછપરછ કરતા તે છેલ્લા ચાર વર્ષથી અભ્યાસમાં નાપાસ થતો હોવાથી પરિવારે ખર્ચના પૈસા મોકલવાનું બંધ કરી દીધું હતુ.

જેથી અભ્યાસનો તેમજ પોતાના અન્ય ખર્ચને પહોંચી વળવા ગોરખધંધામાં ઝંપલાવ્યું હતુ. અગાઉ તે સ્વીગીનાં માધ્યમથી ફૂડ મગાવતો હોય અજય અને રાહુલને ઓળખતો હતો. જેથી ફૂડ ડિલિવરીની આડમાં બિયરનો સપ્લાય કરવાની બંને વાત કરી હતી. સ્વીગીના અજય અને રાહુલે વિમલની વાતમાં સહમત બની ગયા હતા. જેથી વિમલે લોધિકાના ખીરસરા ગામે રહેતા રાકેશ મનસુખ સાગઠિયા સાથે મળી ત્રણ મહિનાથી બિયરનો વેપલો ફૂડ ડિલિવરીની આડમાં શરૂ કર્યાની કબૂલાત આપી છે.

બિયર વેચતા ચાર પકડાયા
વિદ્યાર્થી સહિત ચારે બિયરનું વેચાણ શરુ કર્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો