ખોખડદળમાં સૌની યોજનાના વાલ્વ ભંગાણની ફરિયાદ

Rajkot News - complaint of valve crash screening 070520

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
ખોખડદળ ગામે સૌની યોજનાના વાલ્વ તેમજ લાપાસરી ગામે વાલ્વ ખોલવા અંગે આજી ડેમ પોલીસમથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ખોખડદળ અને પડવલાની વચ્ચે સૌની યોજનાની પાઈપલાઈનમાં મૂકેલા વાલ્વમાં અજાણ્યા શખ્સોએ ભંગાણ કરતા કરોડો લિટર પાણી વહી ગયું હતું અને પડવલાની સીમથી રાજકોટ સુધીના તમામ ચેકડેમ ભરાઈ ગયા હતા અને આ પાણી આજી નદી થઇ આજી-2 ડેમ સુધી પહોંચી ગયું હતું. વાલ્વ રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આ પાઈપલાઈનનું કામ સંભાળનાર કોન્ટ્રાક્ટર એજન્સીના કર્મચારીએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત લાપાસરી ગામ પાસેનો વાલ્વ કોઇ શખ્સો અવારનવાર ખોલી પાણીનો બગાડ કરતા હોવાની પણ ફરિયાદ નોંધાવાઈ છે.

પોલીસે પ્રિવેન્શન ઓફ ડેમેજ એન્ડ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ-3 મુજબ ગુનો નોંધ્યો છે આ ગુના મુજબ સાર્વજનિક સંપત્તિને નુકસાન કરનારાઓ સામે 6 માસથી માંડી 5 વર્ષની સજા અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

X
Rajkot News - complaint of valve crash screening 070520
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી