Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ કરી વિદેશી ખલાસીનો જીવ બચાવ્યો
પોરબંદરમાં કોસ્ટગાર્ડે મ્યાનમારના ખલાસીનું રેસ્કયૂ કરી જીવ બચાવ્યો હતો. ખલાસીનો લેથ મશીનમાં હાથ આવી જતા અકસ્માત સર્જાયો હતો.
ભારતીય કોસ્ટગાર્ડ દ્રારા માછીમારી કરતા માછીમારોના રેસ્કયૂ કરી અવાર નવાર જીવ બચાવવામાં આવે છે અને માછીમારોની વારે આવી તેમનો જીવ બચાવે છે. વધુ એક વખત ભારતીય કોસ્ટગાર્ડે મ્યાનમારના ક્રુ મેમ્બરનો જીવ બચાવ્યો હતો. અરબી સમુદ્રમાં 165 કીલોમીટર નોટીમાઇલ દૂર મ્યાનમારનું કાર્ગો શીપના ક્રુ મેમ્બરનો લેથ મશીનમાં હાથ આવી જતા, ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે કોસ્ટગાર્ડના ચાર્લી-445 ના નામના સ્પીડ બોટ મારફત ઘટના સ્થળે પહોંચી, ક્રુ મેમ્બરનું રેસ્કયૂ કરી, પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોરબંદરના દરિયા કિનારે પહોંચાડવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. મ્યાનમારનું કાર્ગો શીપ મુંદ્રાથી સાઉથ આફ્રિકા તરફ જઇ રહ્યુ હતુ.આ સમયે પોરબંદર નજીક અકસ્માત સર્જાયો હતો.