તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Cm Online After Historic Verdict On Ayodhya Issue Cm Keeps Busy On Phone For Peace Of Gujarat 071509

CM ઓનલાઇન| અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચુકાદા બાદ ગુજરાતની શાંતિ માટે મુખ્યમંત્રી ફોન પર રહ્યા સતત વ્યસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ, અટલ સરોવર ડેવલપમેન્ટનું 136 કરોડ રૂપિયાનું કામ અને રૈયારોડ પર આમ્રપાલી ફાટકે અંડરબ્રિજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય સ્થળો તેમજ કારમાં મુખ્યમંત્રી સતત ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. અયોધ્યાના ચુકાદા બાદ ગુજરાતના દરેક શહેરોમાં સ્થિતિ શું છે તેની પળે પળની વિગતો વિજય રૂપાણી મેળવતા રહ્યા હતા અને તેઓ સતત ફોન પર વ્યસ્ત નજરે પડ્યા હતા. જાહેરસભા દરમિયાન પણ મુખ્યમંત્રીનો મોબાઇલ રણકતો રહ્યો હતો. જાહેસભામાં પહોંચ્યા ત્યારે પણ મોબાઇલ પર વાત કરતા કરતા આવ્યા હતા. તેમનું અભિવાદન અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની આવાસ યોજનાના ભૂમિપૂજન સમયે પણ સીએમ ફોન પર વાતચીતમાં સતત વ્યસ્ત નજરે પડ્યા હતા. તસવીર : પ્રકાશ રાવરાણી

અન્ય સમાચારો પણ છે...