તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Clean The Mind With The Spiritual Broom The Weaknesses In The Yagya Kunda Swaha 032221

આધ્યાત્મિક ઝાડુથી મનની સફાઈ કરીએ, કમજોરીઓ યજ્ઞ કૂંડમાં સ્વાહા કરીએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રહ્માકુમારીઝ રાજકોટની ગોલ્ડન જ્યુબિલી પર આયોજિત ત્રિદિવસીય ગોલ્ડન રી ટ્રીટનું દીપ પ્રજ્જ્વલન કરી ઉદઘાટન કરતા માઉન્ટ આબુથી પધારેલા બ્ર.કુ. સૂર્યભાઈએ જણાવ્યું હતું કે 50 વર્ષના સંદર્ભમાં આપણે સૌ 50 સુંદર વાતોને નોટ કરી, સ્વયંની સ્થિતિને શ્રેષ્ઠ બનાવીએ. આપસમાં વેરઝેર, નફરત ખત્મ કરી સ્નેહ-પ્યારના દીપ જલાવીએ. આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગોલ્ડન જ્યુબિલીની બધાઈ આપી હતી. બ્ર.કુ. રૂપેશભાઈએ સાધનાનો અર્થ બતાવતા કહ્યું કે આપણે આધ્યાત્મિક ઝાડુથી મનની સફાઈ કરીએ અને સૌ કોઈ યજ્ઞકૂંડમાં કમી-કમજોરીઓને દ્રઢતાપૂર્વક સ્વાહા કરવાનું લક્ષ્ય રાખી, જીવનને સાચા અર્થમાં ગોલ્ડન બનાવીએ. આ પ્રસંગે રાજયોગીની ભારતીદીદી, દક્ષાબેન, નલીનીબેન, ભીખુભાઈ વિરાણી, રમેશભાઈ ટીલાળા, કમલેશ જોષીપુરા અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્માવત્સો આ રિટ્રીટનો લાભ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...