તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઈનીઝ તુક્કલ, દોરી પોર્ટ પરથી બારોબાર કરાવી દેવાઈ છે પસાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાઇનીઝ તુક્કલ અને દોરા દેશના મુંબઈ, દિલ્હી, કોલકાતા,ચેન્નાઈ,બેંગ્લોર એરપોર્ટ મથક પર અને કોલકાતા, મુંદ્રા, તેમજ પીપાવાવ પોર્ટ પર ઉતારવામાં આવે છે. ત્યાંથી દેશભરમાં માલ સપ્લાય કરવામાં આવે છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જે પોર્ટ કે એરપોર્ટ પર માલ આવતો હોય ત્યાં સ્કેન કરવાની સુવિધા હોય છે પણ માલ જાણી જોઈને 30 હજારની કન્ટેનરમાં મગાવવામાં આવે છે. જેથી બધાની તપાસ ન થઈ શકે. બધા કન્ટેનરની તપાસ ન થાય તે માટે જ 30 હજારની કન્ટેનર મગાવવામાં આવે છે. જેને કારણે બધા કન્ટેનર સ્કેનરમાંથી પસાર કરવામાં ન આવે. જાણકારના કહેવા મુજબ અધિકારીઓની મીઠી નજર હેઠળ જ બધુ કૌભાંડ ચાલે છે.

ચાઈનીઝ પ્રોડક્ટનો એક કરોડનો વેપાર
રાજકોટથી ચાઈનીઝ દોરા, તુક્કલ,પતંગ વગેરેની સપ્લાય મોરબી, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત આખા સૌરાષ્ટ્રમાં થાય છે. એકલા માત્ર રાજકોટમાં સદર માર્કેટ મુખ્ય પીઠું ગણાઈ છે. અહીં બધા રિટેલર વેપારીઓ હોલસેલર વેપારી પાસેથી ખરીદી કરે છે. રાજકોટમાં સદર સહિત અલગ અલગ વિસ્તારમાં 200થી વધુ પતંગની દુકાન આવેલી છે. 15 દિવસમાં જ રૂ.10 કરોડનો વેપાર એકલા માત્ર રાજકોટમાં જ થઇ જાય છે. જેમાં ચાઈનીઝ પ્રોડક્ટનો વેપાર રૂ. 50 લાખ સુધી છે. જ્યારે આખા સૌરાષ્ટ્રનો વેપાર રૂ. 1 કરોડે પહોંચે છે.

નાના ફેરિયાઓને હાથો બનાવાય છે
પોર્ટ કે એરપોર્ટથી માલ જેવો અમદાવાદ આવે છે તુરંત જ ત્યાંના મોટા વેપારીઓ કે હોલસેલર રાજકોટમાં વેપાર કરતા રિટેઈલર વેપારીઓને જાણ કરે છે. કેટલાક નાના વેપારીઓ ખુદ રેલવેમાં જઈને જાતે તેઓ માલ લેવા જાય છે. મોટા ગજાના વેપારીઓ આ પ્રકારનો માલ વેચવા માટે નાના વેપારીઓ કે છૂટક ફેરિયાઓને પોતાનો હાથો બનાવે છે અને તેને બધો માલ આપી દે છે. આ માટે છૂટક વેપારીઓને કમિશન કે ચોક્કસ રકમ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો