તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર પોલીસે વધુ એક સ્થળે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. રૈયાધાર વિસ્તારમાં નવી બની રહેલી વ્રજવિહાર બંગ્લોઝની બંધ સાઇટમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની હકીકત મળતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી. પોલીસે સાઇટના એક રૂમમાં તપાસ કરતાં રૂ.39600ની કિંમતનો 132 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૈયાગામ સ્મશાનની બાજુમાં રહેતા મુકેશ હરજી રાઠોડ (ઉ.વ.40)ની ધરપકડ કરી હતી. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા બાઇક સહિત પોલીસે રૂ.64600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે મુકેશ રાઠોડને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિ પર પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે બૂટલેગરોએ શહેરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો પોલીસે કેટલાક સ્થળેથી દારૂ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...