તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચોર સિંગલ બેરલનો તમંચો, કારતૂસ સાથે પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંથી રીઢા ગુનેગારને પોલીસે ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ સાથે પકડી પાડ્યો છે. શહેરના મહમદી બાગ પાસે આવેલા શક્તિનગર-1માં રહેતો અને અગાઉ વાહન ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા વિશાલ ઉર્ફે વિચ્છી રાજેશ કુવાડિયા નામના શખ્સ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની તાલુકા પોલીસના એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમાને મળી હતી. જેના આધારે પીએસઆઇ એન.ડી.ડામોર સહિતનો સ્ટાફ તુરંત માહિતી મુજબના સ્થળે દોડી ગયા હતા. જ્યાંથી વિશાલ ઉર્ફે વિચ્છીને તેના ઘરેથી દેશી બનાવટનો સિંગલ બેરલ વાળો તમંચો અને એક જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી વિશાલ ઉર્ફે વિચ્છીની ધરપકડ કરી હતી.

હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લઇ આવ્યો તે અંગે પૂછપરછ કરતા આ હથિયાર થોડા સમય પહેલા અવસાન પામેલા મામાએ સાચવવા માટે આપ્યું હોવાની કેફિયત આપી હતી, પરંતુ આરોપી વિશાલ ઉર્ફે વિચ્છીની આ વાત પોલીસને ગળે ઉતરતી ન હોય વિશેષ પૂછપરછ કરવા તેમજ હથિયારનો ક્યાંય ઉપયોગ કર્યો છે કે કેમ તે સહિતની વિગતો બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...