તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Candidates Trust God On The Day Of Every Two To Three Temple Seeks To Take A Head 072029

ઉમેદવારો ભગવાન ભરોસે | રોજ બે થી ત્રણ મંદિરમાં માથું ટેકવીને માગે છે જીતની દુઆ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લલિત કગથરા| કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ કગથરાએ સાળંગપુર હનુમાનજીના દર્શન કરીને પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ઉપરાંત જે તે ગામના નોંધનીય મંદિરોમાં માથું ટેકવવાનું ભૂલતા નથી.

રમેશ ધડુક| પોરબંદર બેઠક પરના ભાજપના ઉમેદવાર રમેશ ધડૂક ગોંડલના હરિચરણદાસજી બાપુના પરમ ભક્ત હોવાથી તેમણે આજે સદગુરુના જન્મદિવસે તેમના આશીર્વાદ લઇ જીતની કામના કરી હતી. તેઓ પણ પ્રચાર દરમિયાન આવતા મંદિર કે સ્થાનકોએ શિશ નમાવવાનું ભૂલતા નથી. ઉપરાંત ધાર્મિકવૃતિના હોવાના લીધે માતાના મઢ કે સ્થાનકે દર્શન કર્યા વગર આગળ વધતા નથી.

તસવીર : હિમાંશુ પુરોહિત

પતિની જીત માટે શ્રીનાથજીના દર્શનની માનતા
જીવનમાં લડતા રહેવું જોઇએ અને હારથી હારીને લડવાનું બંધ ન કરવું જોઇએ તેવું દ્રઢપણે માનતા ઇલાબેન કગથરાએ પતિની જીત માટે શ્રીનાથજીબાવાના દર્શને જવાની માનતા રાખી છે.

તસવીર : ધારા નગેવાડિયા

અન્ય સમાચારો પણ છે...