તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2022 સુધીમાં રાજ્યમાં તમામ ઘરમાં નળથી પાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં એક અંડરબ્રિજ, એક ઓવરબ્રિજ, અટલ સરોવર ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક અને રૂડાની આવાસ યોજનાના 300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજય રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં તમામ ઘરોમાં નળથી પાણી મળે તે રાજ્ય સરકારનો લક્ષ્ય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રવચનમાં વધુમાં કહ્યું કે, રાજકોટમાં જ્યારે હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો ત્યારે શહેરમાં પીવાના પાણીનું વિતરણ કરવા માટે ભાદર ડેમથી રાજકોટ સુધી પાઇપલાઇન નાખવા માટે રૂપિયાની જરૂર હતી, પરંતુ ત્યારની રાજ્યની કોંગ્રેસ સરકારે રકમ નહીં આપતા હુડકોમાંથી ગ્રાન્ટ લઇ કામ કરવામાં આવ્યું હતું.

હવે સમગ્ર રાજ્યમાં 2022 સુધીમાં લોકોને ઘરમાં નળથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટમાં જાહેરાત
અન્ય સમાચારો પણ છે...