તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Building Of Saurashtra Kutch Stock Exchange Will Be Sold 347 Member Approval 072543

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જનું બિલ્ડિંગ વેચાશે, 347 સભ્યની મંજૂરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જે સેબીની માન્યતા ગુમાવી દીધી છે. હાલ આ બિલ્ડિંગમાં કોઈ નફો થતો નથી માત્ર ઓફિસ જ આવેલી છે એક જ બિલ્ડિંગમાં 347 ઓફિસ આવેલી છે. વર્ષ 2015 માં જ સેબીએ સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જને એક્ઝિટ પોલીસી સ્વીકારી લેવામાં આવી છે. ત્યારે હવે બધા જ સભ્યોની મંજૂરી મળી જતા આખરે સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જનું બિલ્ડિંગ વેચાઈ જશે. આ બિલ્ડિંગની અંદાજિત રૂ.30 કરોડ ઉપજે તેવી સંભાવના સભ્યોઅે વ્યક્ત કરી છે.આ હિસાબે બધા સભ્યોના ભાગે રૂ. 7 લાખ આવે તેવી સંભાવના છે.

થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક અેક્સચેન્જના ડિરેક્ટરોની બોર્ડ બેઠક મળી હતી.જેમાં આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવને મંજૂરી મળી ગઈ હતી. મંજૂરી મળી ગયા બાદ હવે આ બિલ્ડિંગને વેચવા માટે કાઢ્યું છે. નોંધનીય છે કે, પહેલા સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જની પેટા કંપની વેચાઈ ત્યારબાદ હવે સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જનું બિલ્ડિંગ વેચાશે. હાલ કંપની પાસે રૂ. 2 થી 3 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પડી છે. કુલ 3913 ચોરસ મીટર જગ્યા આવેલી છે.જેમાં 108 ઓફિસ અને દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર પર છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનો વેચાઇ ગઈ છે.જ્યારે મનપાના તત્કાલીન કમિશનરે જગદીશનના સમયમાં ફાયર સ્ટેશનની જગ્યા વેચાતી લેવાઇ હતી. ત્યારે આ જમીનનું શું થશે તે મુદ્દો એક પેચિદો બને તેવી સંભાવના છે.

ત્રણ સભ્યોએ કહ્યું કે અમને ડિરેક્ટર બનાવો, મંજૂરી નહીં મળતા રદ કરાઈ
હાલમાં કુલ 7 ડિરેક્ટરો છે. જેમાં હસુભાઇ બલદેવ, સુનિલભાઈ શાહ, નંદકિશોરભાઇ જાડેજા, મિલન મીઠાણી, બાબુભાઈ પરસાણા, મુકેશભાઈ દોશી સહિત કુલ 7 ડિરેક્ટર છે. ત્યારે ડિરેક્ટર બનવા માટે 347 માંથી 3 સભ્ય મનોજ શેઠ, પરસોત્તમ બોડા અને બિપીન મહેતાએ પોતાના નામ ડિરેક્ટર પદે મુક્યા હતા, પણ તેને મંજૂરી મળી ન હતી. તેથી આમની નિમણૂક કરવામાં આવી ન હતી. સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જો આવું થાત તો ઈલેક્શન ડ્રો થઈ જાત અને તેને કારણે આ નિમણૂક થવા દીધી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો