તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Both Policemen Jumped Knives On Kuldeep Abhiliv Still Knocked About Who Brought A Knife 071529

બન્ને પોલીસમેને કુલદીપ, અભિલવ પર છરીઓ ઝીંકી હતી, છરી કોણ લાવ્યું તે અંગે હજુ અવઢવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર જસદણના યુવકની હત્યા અને તેના મિત્રની હત્યાની કોશિશના પ્રકરણમાં રિમાન્ડ પર રહેલા બંને પોલીસમેને છરીના ઘા ઝીંકતા યુવકની હત્યા થયાનું તપાસમાં બહાર આવ્યું હતું, પરંતુ છરી કોણ લાવ્યું હતું તે અંગે પોલીસ હજુ સુધી નક્કી નહીં કરી શકતા પોલીસ તપાસ સામે અનેક સવાલો ઉઠ્યા છે.

જસદણમાં રહેતો કુલદીપ ખવડ, અભિલવ ખાચર અને તેનો અન્ય એક મિત્ર બુધવારે રાત્રે રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આઝાદ હિન્દ ગોલા નામની દુકાન પાસે હતા ત્યારે અગાઉથી ત્યાં હાજર પોલીસમેન હિરેન સુરેશ ખેરડિયા, કોન્સ્ટેબલ વિજય રાયધન ડાંગર, અર્જુનસિંહ શત્રુઘ્નસિંહ ચૌહાણ, પાર્થ શૈલેષ દોશી સહિતનાઓએ માથાકૂટ કરી હતી.

રાડારાડી કરવાના મુદ્દે બબાલ થતાં કુલદીપ ખવડને છરીના 18 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો, જ્યારે તેના મિત્ર અભિલવ ખાચરને છરીના ત્રણ ઘા ઝીંકી તેની હત્યાની કોશિશ કરવામાં આવી હતી.

ગાંધીગ્રામ પોલીસે પોલીસમેન વિજય ડાંગર, હિરેન ખેરડિયા, શત્રુઘ્નસિંહ ચૌહાણ અને પાર્થ દોશીની ધરપકડ કરી ચારેયને ચાર દિવસના રિમાન્ડ પર લીધા હતા. સોમવારે પોલીસ ચારેય આરોપીઓને લઇ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. ગાંધીગ્રામના પીઆઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે, છરી કોણ લાવ્યું હતું અને કોણેકોણે છરીના ઘા ઝીંક્યા તે અંગે આરોપીઓએ મોઢું સીવી લીધું છે, પરંતુ છરીના ઘા બંને પોલીસમેને માર્યાનું તપાસમાં બહાર આવ્યું છે, જોકે છરી કોણ લાવ્યું હતું તે અંગે પોલીસ કંઇ ઉકાળી શકી નથી.

ક્વોલિટી કેસમાં પોલીસ કેમ ઢીલી પડી જાય છે?
શહેરમાં હોમિયોપેથી મહિલા ડોક્ટર પોતાની ક્લિનિકમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરતી હતી, આ મામલાનો પર્દાફાશ થતાં પોલીસે ડો.હીના પટેલની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લીધી હતી. રિમાન્ડ પૂરા થઇ ગયા અને ડો.હીનાને જેલમાં ધકેલી દેવામાં આવી તેમ છતાં ગર્ભપરીક્ષણનું મશીન ક્યાંથી આવ્યું, કોણ આપી ગયું તે અંગે પોલીસ સ્પષ્ટ થઇ શકી નહોતી. ડો.હીના પટેલ પાછળ ભાજપના મોટા માથાનો સાથ હોવાની વાત જગજાહેર છે ત્યારે ભાજપના અગ્રણીના ઇશારે પોલીસે ડો.હીનાએ કહ્યું એટલું જ નોંધીને મામલો પૂરો કરી દીધો હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે.

હત્યાની તપાસ મામલે કેટલીક શંકા ઉપજાવે તેવી બાબતો
હત્યાની ઘટના બને અને આરોપીઓ હાથ આવતાં જ પોલીસ સામાન્ય રીતે છરી કબજે કરી છરી કોણ લાવ્યું, ક્યાંથી લીધી સહિતની બાબતો પ્રાથમિક પૂછપરછમાં જ સ્પષ્ટ કરી દેછે.

બંને પોલીસમેનની ધરપકડ થઇ ગઇ છે, રિમાન્ડ પર છે છતાં છરી કોણ લાવ્યું હતું તે બાબતનો ભેદ પોલીસ હજુ સુધી ઉકેલી શકી નથી.

બંને કોન્સ્ટેબલ છરી અંગે મોઢું ખોલતા નથી તેવું ખુદ તપાસનીશ અધિકારી બોલી રહ્યા છે, આરોપી સામાન્ય વ્યક્તિ હોય તો પોલીસ આરોપીનું મૌન સાંખી લે છે?.

પાનના ધંધાર્થી બાપીની હત્યા કરનાર આરોપીની પોલીસે સરઘસ કાઢી જાહેરમાં સરભરા કરી હતી, બંને પોલીસ કોન્સ્ટેબલ સહિતના આરોપીઓની બંધ બારણે સરભરા કરવાનું કારણ શું?

અન્ય સમાચારો પણ છે...