તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૂટલેગર શરાબ ભરેલી કાર સાથે ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીલક્ષી કામગીરીમાં પોલીસે દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી છે ત્યારે દૂધસાગર રોડ, ભગવતી સોસાયટી-2માં રહેતો અને અગાઉ બે વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલો બૂટલેગર હમીદ ઉર્ફે ઇમરાન ઉર્ફે અમલો ઇસ્માઇલ ગડણ તેના ઘરેથી કારમાં વિદેશીદારૂની હેરાફેરી કરવાનો હોવાની થોરાળા પોલીસને માહિતી મળી હતી. જેના આધારે તુરંત એક ટુકડી દોડી જઇ હમીદને કાર સાથે ઝડપી લીધો હતો. કારની તલાશી લેતા અંદરથી વિદેશીદારૂની 260 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.5.44 લાખનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...