તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના બાલભવનમાં રવિવારે બર્ડ શોનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રંગીલા રાજકોટવાસીઓમાં પશુ-પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ પ્રત્યે પણ ભારે પ્રેમ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી રવિવારે બાલભવન ખાતે 35થી વધુ પ્રજાતિઓના ‘બર્ડ શો’નું આયોજન ચિલ્ડ્રન ક્લબ-બાલભવન અને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રીડર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

બર્ડ શોના સેક્રેટરી અરૂણ દવેએ જણાવ્યું હતું કે, આ બર્ડ શોના આયોજનનો હેતુ નાના બાળકો અને નગરજનોને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ વિશે માહિતી જાણવા મળે તેવો છે. બર્ડ શોમાં રંગબેરંગી વિદેશી બર્ડ પણ જોવા મળશે. એક્ઝિબિશન કમ કોમ્પિટિશનના આ બર્ડ શોમાં વિજેતા બર્ડ તથા તેના માલિકનું મોમેન્ટો આપીને અભિવાદન કરવામાં આવશે. હેન્ડ ટેમ બર્ડ લોકો નજીકથી જોઇ શકશે. બર્ડ શોમાં માણસ જેવા વિવિધ અવાજો કાઢતું ટોકિંગ એન્ટ ટેમ તથા 400થી વધુ પ્રકારના અવાજ કાઢતું ગ્રે પેરોટ જોવા મળશે. આ ઉપરાંત બર્ડ શોમાં ઝીબ્રા ચકલી, નાની મોટી મેકાઉ, આફ્રિકન ગ્રે, કોકેટીલ્સ, બજરીગર, લવ બર્ડ, કનુર, એમેઝોન પેરોટ, કાકાટુ(કાકાકૌવા), જેવા વિવિધ 35થી વધુ જાતિના વિદેશી બર્ડ જોવા મળશે. આ બર્ડ શોમાં વિદેશી કબૂતરો પણ જોવા મળશે.

બર્ડ શોમાં દેશ-વિદેશના પક્ષીઓ ઉપરાંત વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ પણ જોવા મળશે. જેના માટે નાના મોટા એક્વેરિયમ રાખવાનું આયોજન પણ કરાયું છે, તેમજ લોકોને દરેક પક્ષીની માહિતી મળી રહે તેમજ સેલ્ફી લઇ શકે તે માટે વચ્ચે બર્ડને ખુલ્લામાં છુટ્ટા રખાશે. સમગ્ર ગુજરાતના શહેરોમાંથી 35 થી વધુ પ્રજાતિના રંગરેબેરંગી પક્ષીઓ વિશે જાણકારી અને માહિતી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો