તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Bhaskar Reality Check More Than 100 Drivers Of St Brts City Bus And Tipperawan Were Found Driving Without A Seat Belt 073559

ભાસ્કર રિયાલિટી ચેક| એસટી, બીઆરટીએસ, સિટી બસ અને ટિપરવાનના 100થી વધુ ચાલકો સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા જોવા મળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સીટ બેલ્ટ બાંધવા સહિતના ટ્રાફિક નિયમ ભંગ કરનાર શહેરીજનો પાસેથી આકરો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ તે રકમ ચૂકવી રહ્યા છે, પરંતુ બીજાને કાયદાનું ભાન કરાવતા પહેલા પોતાના વિભાગોમાં તેનો અમલ કરાવવો જરૂરી છે. પોતાનું ઘર ગંદું હોય અને બીજાને સફાઇની શીખ આપવી યોગ્ય નથી. દિવ્ય ભાસ્કરે મંગળવારે રાજકોટ શહેરમાં 6 સ્થળે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં એસટી બસ સ્ટેશન, ત્રિકોણબાગ, હોસ્પિટલ ચોક, નાનામવા ચોક, બિગબજાર ચોક અને કે.કે.વી. ચોક ખાતે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં એસ.ટી. બસ, સિટીબસ, બીઆરટીએસ બસ અને ટિપરવાનના ડ્રાઇવરો સીટ બેલ્ટ બાંધ્યા વગરના જોવા મળ્યા હતા. ભાસ્કરની ટીમે જ્યારે તેમને પૂછ્યું કે, સીટ બેલ્ટ કેમ નથી બાંધતા તો ડ્રાઇવરોએ જવાબ આપ્યા કે તૂટી ગયો છે, ટૂંકો છે તેથી નથી બાંધ્યો, હમણા જ બેલ્ટ છોડ્યો જેવા અલગ અલગ બહાના કર્યા હતા. ટિપરવાનના ચાલકે તો કેમેરો જોઇ ગાડી દોડાવી મૂકી હતી. સરકાર જે નિયમો બનાવે છે તે નિયમોનું પહેલા પોતાના જ વિભાગોમાં અમલ શરૂ કરાવવો જોઇએ અને પછી પ્રજા પાસે અપેક્ષા રાખવી જોઇએ.

ભાસ્કરની ટીમને જોઇને કેટલાક ડ્રાઇવરોએ વાહન મારી મૂક્યું તો કેટલાકે સીટ બેલ્ટ બાંધવાની કોશિશ કરી, અમુકે બતાવ્યા અલગ અલગ બહાના
ત્રિકોણબાગ
સિટીબસ ચલાવે છે એટલે જાણે કોઈ કહેવાવાળું છે જ નહીં તેમ માનીને રૂટ નંબર 34ના આ ડ્રાઈવર સીટ બેલ્ટ બાંધ્યા વિના બસ ચલાવતા હતા.

સરકારી ડ્રાઇવરો જ નથી બાંધતા સીટ બેલ્ટ
બસ સ્ટેન્ડ
હોસ્પિટલ ચોક
એસટી બસ સ્ટેન્ડમાં ડ્રાઈવરે કહ્યું કે, બેલ્ટ ટૂંકો છે એટલે પહેરાતો નથી.

સીટ બેલ્ટ બતાવીને ડ્રાઈવરે એવું કહ્યું કે, હમણાં જ બાંધવાનો હતો.

બીઆરટીએસ
મનપાની બસ ચલાવતા ડ્રાઈવરની સીટ પાસે બેલ્ટ હતો પણ બાંધ્યો ન હતો.

નાનામવા પાસે
કેકેવી ચોક
કેમેરો જોઈને હમણાં આવું છું, હમણાં આવું છું કહીને ટિપરવાન ચાલક ભાગ્યો

કેમેરો જોઈને એસટી બસના ચાલકે ઝડપથી સીટ બેલ્ટ બાંધવાની કોશિશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...