તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને સર્વોચ્ચ પુરસ્કાર, દરજ્જો આપવા શહીદ જાગૃતિ રેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશની આઝાદીમાં મહત્વ પૂર્ણ ભુમિકા અદા કરનાર ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને આગામી 26મી જાન્યુઆરીએ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન અને શહીદ તરીકેનો દરજ્જો આપવા હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિક એસોસિએશને શહીદ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. જે પૈકી રાજકોટમાં તા. 12ના શહીદ જાગૃતિ અભિયાન રેલી યોજાશે. સવારે 9.30 કલાકે યુનિવર્સિટી ભગતસિંહ સર્કલેથી રેલી કે.કે.વી.ચોક, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ થઇ નાનામવા સર્કલ ખાતે પૂરી થશે.

100થી વધુ કાર, બાઇક સાથે એસોસિએશનના સભ્યો આ રેલીમાં જોડાશે. 26 જાન્યુઆરીએ સરકાર આ ક્રાંતિકારીઓને ભારત રત્ન પુરસ્કાર, શહીદનો દરજ્જો આપે તેના આ અભિયાનમાં લોકો પણ બહોળી સંખ્યામાં જોડાય તેવી અપીલ કરાશે. સાગરભાઇ જારીયા, અતુલભાઇ ફળદુ, દિવ્યેશભાઇ ચોવટીયા, વિશાલભાઇ ગોહિલ, દિપકભાઇ બસિયા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો