• Gujarati News
  • National
  • Rajkot News Be Mentally Competent It Is With Determination That Victory Comes With Ease 072541

માનસિક રીતે સક્ષમ બનો, દૃઢ સંકલ્પથી જ જીત સહજ બને છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘જીત જાયેંગે હમ’ વિષય પર બુધવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ બોર્ડના વિદ્યાર્થીઓને છ સિદ્ધાંતો અને પ્રેરક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, શારીરિક સક્ષમ કરતા માનસિક સક્ષમ બનવું ખૂબ જરૂરી છે, દૃઢ સંકલ્પથી જ જીત સહજ બને છે.પોતાના ફોટાને જોઈને અન્યને પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ બનાવીએ.પરીક્ષાના સમયના સદુપયોગ માટે મોબાઈલનો દુરુપયોગ ટાળીએ.પરીક્ષા જેવા જીવનના દરેક સંઘર્ષમાં ભગવાન પરની શ્રદ્ધા હિંમત બક્ષે છે.

કાર્યક્રમના વક્તવ્યમાં અપૂર્વમુનિ સ્વામીએ ‘જીત જાયેંગે હમ’ વિષય પર પરીક્ષાલક્ષી પ્રેરક વક્તવ્ય રજૂ કરેલું. જેમાં 6 સિદ્ધાંતો 1) જીત, સતત સ્વસુધારણાથી, 2) જીત, સાહસિક - સ્વપ્નશીલ સ્વભાવથી, 3) જીત, સાવધાની અને સંયમથી, 4) જીત, સંઘર્ષોમાં સ્થિરતાથી, 5) જીત, સંકટોમાં સમજણથી અને 6) જીત, શ્રદ્ધા સાથેના સ્મરણથી સૌ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વીડિયો દ્વારા પરીક્ષામાં જીત હાંસલ કરવા માટેની તરકીબો શીખવાડી હતી. કાર્યક્રમમાં 11000થી અધિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે પરીક્ષાર્થીઓએ મંદિર પરિસરમાં ભગવાનના દર્શન કરી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ થઇ શકે તેવા સંકલ્પ અને પ્રાર્થના સાથે નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સભાહોલમાં પ્રવેશ કરતા સૌ પરીક્ષાર્થીઓનું કુમકુમના ચાંદલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌ વિદ્યાર્થીને ભારતીય પરંપરા મુજબ વૈદિક પૂજનવિધિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રેરણાત્મક વીડિયો શો રજૂ કરવામાં આવેલો. આ સમારોહમાં શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સૌ આગળ વધો અને રાજકોટને રોશન કરો.

અપૂર્વમુનિ સ્વામીએ વિદ્યાર્થીઓને આપ્યું જ્ઞાન

_photocaption_ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને અપૂર્વમુનિએ જ્ઞાન પીરસ્યું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...